News Continuous Bureau | Mumbai
ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’એ ટીવી સિરિયલોનો અર્થ બદલી નાખ્યો છે. સિરિયલ માં એક મહિલાની ( Rupali ganguly ) વાર્તા જે તેના પતિના વિશ્વાસઘાત થી દુઃખી થઈને 40 વર્ષ પછી પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું શરૂ કરે છે. અનુપમા ફરીથી લગ્ન કરે છે, બાળકને દત્તક લે છે. અનુપમા બધું કરે છે, અને દર્શકોને પૂરું મનોરંજન આપે છે. પરંતુ સાથે જ તે પાંચ પાનાં નું ભાષણ ( monologues ) પણ આપે છે જેના કારણે લોકો ( fans ) ખૂબ જ કંટાળી જાય છે.
સમાજને યોગ્ય જવાબ આપનાર અનુપમાએ હવે તેના મોનોલોગ અંગે પણ જવાબ આપ્યો છે. અનુપમાનું પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલીએ ( Rupali ganguly ) કહ્યું ચાહકોના શબ્દો માથા પર. રૂપાલી ગાંગુલી દ્વારા બોલવામાં આવતા ડાયલોગ ( monologues ) દર્શકોને ( fans ) ખૂબ જ પસંદ આવ્યા હતા. ચાહકો રાહ જોતા હતા કે અનુપમા ક્યારે બોલશે અને બધાના મોં પર તાળા મારશે.પણ હવે એવું નથી. કદાચ લોકો આ મોનોલોગ સાંભળીને કંટાળી ગયા છે.તેઓ કંઈક નવું ઈચ્છે છે. વચ્ચે સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી હતી કે આટલા લાંબા ડાયલોગ કંટાળાજનક છે. .
આ સમાચાર પણ વાંચો: આજે તારીખ – ૨૫:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
રૂપાલી ગાંગુલીએ ( Rupali ganguly ) આ વિશે એક મીડિયા હાઉસ સાથે ખાસ વાત કરી અને કહ્યું – ફેન્સ ( fans ) ની વાતો સર આંખો પર. પરંતુ મેકર્સ સારી રીતે જાણે છે કે તેઓ અનુપમા દ્વારા લોકોને શું જણાવવા માંગે છે. નિર્માતાનું વિઝન ગમે તે હોય, હું તેને સારી રીતે કરવા સક્ષમ હોવી જોઈએ, તેમને જે અનુપમા માટે વિચાર્યું છે તે વ્યક્ત થવું જોઈએ,, હું મારી ક્ષમતા મુજબ તે કરવા માંગુ છું.’આગળ વાત કરતાં રૂપાલીએ કહ્યું- મેં તેમને ક્યારેય પ્રશ્ન કર્યો નથી કે આવું કેમ, તેવું કેમ? જો તેમના માં ભરોસો હોય, તો તેઓ જે કહે છે તે માનવું પડશે. પૂરા આદર સાથે, હું કહેવા માંગુ છું કે અનુપમા એ વાર્તા છે જે રાજન કહેવા માંગે છે, અને મને આનંદ છે કે લોકો તેની સાથે જોડાયેલા અનુભવે છે. ‘અનુપમા’ માટે તેઓ જે પણ નિર્ણય લે તે તેમની ઈચ્છા છે. મને તેના પર વિશ્વાસ છે, તે જે પણ વિચારી રહ્યા છે, તે દર્શકો સાથે જોડાઈ જાય છે. હું તેમની સાથે છું. હું તેને ક્યારેય પ્રશ્ન કરીશ નહીં, હું તેને મારા કોઈપણ દ્રશ્યો વિશે ક્યારેય પ્રશ્ન કરીશ નહીં. અનુપમામાં જે ચાલી રહ્યું છે તે મને ગમે છે.’