Rupali Ganguly: પ્રેગ્નન્સી બાદ વધેલા વજનને લઈને રૂપાલી ગાંગુલી ને સાંભળવા પડ્યા હતા ટોણા, અનુપમા એ શેર કર્યું તેનું દર્દ

Rupali Ganguly: અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એ તાજેતર માં તેના વધેલા વજન ને લઈને એક ખુલાસો કર્યો છે.

by Zalak Parikh
Rupali Ganguly Stuck in Mumbai Traffic, Slams Metro Work Chaos | Anupamaa Actress

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટીવી જગતની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજે સફળતા ના શિખરો પર છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે તેને તેના વધેલા વજનને લઈને લોકોના ટોણા સાંભળવા પડ્યા હતા. એક્ટ્રેસે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે પ્રેગ્નન્સી બાદ તેનું વજન 83 કિલો થઈ ગયું હતું અને તે એટલી હતાશ થઈ ગઈ હતી કે અરીસા માં પોતાને જોવાનું પણ બંધ કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : Sonu Sood: સોનૂ સૂદે વેચ્યું મુંબઈ સ્થિત તેનું ઘર, 13 વર્ષમાં થયો અધધ આટલા કરોડનો નફો

“તુ કેટલી જાડી થઈ ગઈ…” – લોકોના ટોણા અને આત્મવિશ્વાસ પર અસર

રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે રુદ્રાંશના જન્મ પછી તેનું વજન 83 કિલો થઈ ગયું હતું. “લોકો કહેતા કે તું કેટલી જાડી થઈ ગઈ છે . રેન્ડમ વાતો જે લોકો કહે છે, એ દિલને લાગતી હોય છે, ખાસ કરીને જ્યારે તમે સ્ત્રી હો,” એમ તેમણે કહ્યું. “મારી હિંમત નહોતી કે હું અરીસા માં જોઈ શકું. પણ મારા પતિ અશ્વિન એ મને ખૂબ સપોર્ટ કર્યો.”

 

View this post on Instagram

 

A post shared by Film Window (@film.window)


રૂપાલી કહે છે કે “જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તમે તેના શરીરને નહીં, તેના દિલને જુઓ છો.” તેમ છતાં, પોતાનું વધેલું વજન તેને અસ્વસ્થ લાગતું હતું. “જ્યારે તમારી કમર 24 ઇંચથી 40 ઇંચ થાય છે, ત્યારે એ બદલાવ ખૂબ અજીબ લાગે છે,” એમ તેણે કહ્યું. જુલાઈ 2020માં શરૂ થયેલા ‘અનુપમા’ શોએ રૂપાલી ગાંગુલીને ઘર ઘરમાં ઓળખ આપીને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર પહોંચાડી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More