Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી એ તેની સાવકી દીકરી ને મોકલી લીગલ નોટિસ, માનહાની નો કેસ કરતા માંગ્યું અધધ આટલું વળતર

Rupali ganguly: રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. તેની સાવકી દીકરી ઈશા વર્મા એ અભિનેત્રી પર ઘણા આરોપો લગાવ્યા છે હવે આ આરોપો ના જવાબ માં રૂપાલી એ તેની દીકરી ને લીગલ નોટિસ મોકલતા વળતર ની પણ માંગણી કરી છે.

rupali ganguly sent defamation legal notice against step daughter esha verma

rupali ganguly sent defamation legal notice against step daughter esha verma

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં છે. રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેની પર ઘર તોડવાવાળી જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આ આરોપો ના જવાબ માં રૂપાલી એ મોટો નિર્ણય લીધો છે. રૂપાલી એ તેની સાવકી દીકરી ઈશા ને તેના પાત્ર અને અંગત જીવનને બદનામ  કરવા બદલ કાનૂની નોટિસ મોકલી છે. તેમજ રૂપાલી એ તેની દીકરી પાસે થી 50 કરોડ રૂપિયાના વળતરની પણ માંગ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 and singham again: મલ્ટી સ્ટારર ફિલ્મ હોવા છતાં ભૂલ ભુલૈયા 3 ની આગળ ફીકી પડી સિંઘમ અગેન ની કમાણી, જાણો 8 માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

રૂપાલી ગાંગુલી એ મોકલી લીગલ નોટિસ 

રૂપાલી ના વકીલ દ્વારા આપવામાં આવેલી લીગલ નોટિસ માં લખ્યું છે કે, ‘ઈશાના આ આરોપો થી રૂપાલી ગાંગુલી ને માનસિક આઘાત પહોંચ્યો છે જેના કારણે તેણે મેડિકલની મદદ લેવી પડી હતી. આ સાથે જ આ આરોપોને કારણે, તેણીનું સેટ પર અપમાન થયું હતું અને તેના કારણે અભિનેત્રીએ ઘણી વ્યાવસાયિક તકો ગુમાવી હતી. લીગલ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રૂપાલી આ બાબતે મૌન જાળવવા માંગતી હતી, પરંતુ તેને અને અશ્વિન વર્માના 11 વર્ષના પુત્રને જે રીતે આ બધામાં ખેંચવામાં આવ્યો તેના કારણે તેને માનહાનિ ની ​​નોટિસ મોકલવાની ફરજ પડી હતી.


રૂપાલીએ તેના વકીલ દ્વારા 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે, જે તેની સાવકી દીકરીએ ચૂકવવું પડશે. આ સાથે જ તેમને તાત્કાલિક બિનશરતી જાહેર માફી માંગવાની પણ માંગ કરી છે. જો તે આમ નહીં કરે તો તેણે ઈશાને કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version