ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
‘બઢો બહૂ’ની ઍક્ટ્રેસ રિતાશા રાઠોડ સિરિયલમાં હંમેશા દેશી અને સાધારણ લુકમાં જોવા મળે છે, પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ ગ્લૅમરસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને અવારનવાર તે તેની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે. સાથે જ અભિનેત્રી તેના ફેન્સ સાથે બૉડી પૉઝિટિવિટીના મૅસેજ પણ શૅર કરતી રહે છે. તે ક્યારેય તેનાં વજન કે બૉડી અંગે શરમ અનુભવતી નથી. તે ખૂબ જ કૉન્ફિડન્ટથી તેનું શરીર ફ્લોન્ટ કરે છે.
હવે ફરી એક વાર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરી છે. જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રી બીચ પર વૅકેશનની મજા માણતી નજર આવી રહી છે. અભિનેત્રી કૅમેરા સામે બ્લુ સ્વિમસૂટ પહેરી ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.
ટીવી-શો 'બઢો બહૂ'થી ઘર ઘરમાં ઓળખાતી થયેલી રિતાશાએ શોમાં લીડ કિરદાર અદા કર્યું હતું. રિતાશા રાઠોડ ટીવીની સાથોસાથ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે તે ફિલ્મોમાં મોટે ભાગે ફની કિરદાર અદા કરતી નજર આવી છે.