News Continuous Bureau | Mumbai
Sa Re Ga Ma Pa: સા રે ગા મા પાના આગામી સપ્તાહના અંતના એપિસોડમાં હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક જજ તરીકે જ્યારે આદિત્ય નારાયણ હોસ્ટ તરીકે જોવા મળશે, દર્શકો માટે મનોરંજનમાં ઉમેરો કરશે બોલિવૂડના ( Bollywood ) મહાન અભિનેતા મિથુન ચક્રબર્તિ ( Mithun Chakraborty ) , જેઓ ‘મિથુન દા સ્પેશિયલ’ ( Mithun Da Special ) એપિસોડમાં શોની શોભા વધારશે.
દરેક સ્પર્ધકોની અદ્દભુત પ્રતિભા રજૂ કર્યા બાદ, રિક બાસુની ‘ડિસ્કો ડાન્સર’ની ( Disco Dancer ) પ્રસ્તુતિએ દર્શકોને અવાક કરી દીધા. રિકના અદ્દભુત પફોર્મન્સ બાદ, અનુ મલિક દર્દ, પ્રેમ અને પ્રતિબદ્ધતાની વાર્તા સાથેના મૂવી ‘પ્રેમ પ્રતિજ્ઞા’માં મિથુન દાના અદ્દભુત અભિનયના વખાણ કરતા અટક્યા નહીં. આ હૃદયસ્પર્શી ક્ષણ દરમિયાન મિથુન દાએ જણાવ્યું કે, તેને શો જોયો છે અને રિકના ભૂતકાળ વિશે પણ ખબર છે, તેમને પણ એક સમયે આટલો ઊંડો પ્રેમ અનુભવ્યો છે અને પછી તેઓ એકબીજાથી અલગ થઈ ગયા. આ હૃદયસ્પર્શી ઘટસ્ફોટ બાદ, મિથુન દાએ તેમના પ્રેમ અને હૃદય તૂટવાનો અનુભવ જણાવ્યો અને કહ્યું કે, જીવનનો કોઈ એક તબક્કો તમારા સમગ્ર જીવનને નથી દર્શાવતું.
મિથુન દાએ કહ્યું કે, “મને તારું પફોર્મન્સ ખૂબ જ ગમ્યું અને હું આ શોને પણ જોઉં છું, તો મને રિકના ભૂતકાળની ખબર છે અને હું સમજી શકું છું કે તું કઈ બાબતમાંથી પસાર થઈ રહ્યો છે. બધા લોકો તેમના જીવનમાં એક પડકારજનક તબક્કામાંથી પસાર થાય છે, પણ હું મારા પોતાના અનુભવમાંથી એટલું જ કહીશ કે, પ્રેમ કરવો અને પ્રેમમાં હોવું ખૂબ જ સારું છે, પણ તેની પાછળ પાગલ થવું યોગ્ય નથી. હું પણ મારા જીવનમાં આ તબક્કામાંથી પસાર થયો છું, હું પણ કોઈને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ તે મને છોડીને જતી રહી. એ ક્ષણે મારું જીવન બદલાઈ ગયું અને મેં મારી જાતને એક સામાન્ય કલાકારમાંથી સુપરસ્ટારમાં બદલી નાખ્યો. હવે લોકો મને એક મહાન વ્યક્તિ તરીકે ઓળખે છે.”
આ સમાચાર પણ વાંચો : Cash For Query Controversy: ‘એથિક્સ કમિટીની બેઠક દરમિયાન મારી સાથે અનૈતિક અને અભદ્ર વર્તન કરાયું… મહુઆએ મૂક્યો મોટો આરોપ.. જાણો શું છે આ સમગ્ર મામલો..વાંચો વિગતે અહીં..
તેમને વધુમાં ઉમેર્યું કે, “હું અકસ્માતે એક છોકરીને ટ્રેનમાં મળ્યો. જ્યારે તેને મને જોયો તો તે મારાથી છુપાઈ ગઈ. હું તેને પછી મળ્યો તો મેં તેને કહ્યું કે, તે મને છોડીને સારું કર્યું. મારી પાસે ત્યારે તારા માટે કંઈ જ ન હતું, ન’તુ સ્થિર ભવિષ્ય કે, ન’તુ ઘર કે, મારી પાસે તને ખવડાવવા માટે પણ કંઈ ન હતું. પણ તેને મારી સાથે જે વર્તન કર્યું તેના માટે તે અફસોસ વ્યક્ત કરીને રડવા લાગી. પણ પછી મેં તેને સમજાવ્યું કે, તારા નિર્ણયને લીધે હું આજે આ સ્થાને પહોંચી શક્યો છું. મારામાં એક પ્રતિબદ્ધતા એટલે જ આવી. તો રિક, હું માનું છું કે, જ્યારે જીવનનું ચક્ર પૂરું થશે, તો તે તને મળશે અને ત્યારે તેના માટેનો ગુસ્સો જતો રહેશે. ભગવાન જ આ કરશે.”
રિકએ તેના સુંદર પફોર્મન્સથી દરેકના દિલ જિત્યા છે, ત્યારે તમે પણ આ ખાસ એપિસોડ દરમિયાન સ્પર્ધકોના પફોર્મન્સને જોવા માટે રાહ જોતા રહો.