Site icon

Tu Mera Main Teri Main Tera Tu Meri: ‘સાત સમુંદર પાર’ ગીતના બીટ્સ ચોર્યાનો આરોપ! ડિરેક્ટર નારાજ, શું TMMTMTTMના મેકર્સ પર થશે ‘કોપીરાઇટ’નો કેસ?

Tu Mera Main Teri Main Tera Tu Meri: કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ 'તું મેરા મેં તેરી મેં તેરા તું મેરી' (TMMTMTTM) માં વિશ્વાત્મા ગીતના બીટ્સ ના ઉપયોગને લઈને વિવાદ.ડિરેક્ટર રાજીવ રાયે આપી ચેતવણી.

'Saat Samundar Paar' Beats Stolen Without Permission, Director Upset, Will TMMTMTTM Makers Face Legal Action

'Saat Samundar Paar' Beats Stolen Without Permission, Director Upset, Will TMMTMTTM Makers Face Legal Action

News Continuous Bureau | Mumbai

Tu Mera Main Teri Main Tera Tu Meri: નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ તું મેરા મેં તેરી મેં તેરા તું મેરી (TMMTMTTM) હાલમાં ચર્ચામાં છે. ફિલ્મની મુશ્કેલીઓ વધી રહી છે, જેનું કારણ તું મેરા મેં તેરી મેં તેરા તું મેરી માં ઉપયોગમાં લેવાયેલા સાત સમુંદર પાર ગીતના બીટ્સ છે. ૯૦ના દાયકાની પ્રખ્યાત ફિલ્મ વિશ્વાત્માના આ કલ્ટ ગીતના બીટ્સ નો પરવાનગી વિના ઉપયોગ કરવા બદલ ડિરેક્ટર રાજીવ રાયે નારાજગી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jaya Bachchan: પૅપ્સે જયા બચ્ચન સામે ગુસ્સો ઠાલવ્યો, પૌત્ર અગસ્ત્યની ‘ઇક્કીસ’ ફિલ્મના પ્રમોશનમાં સાથ આપવાનો ઇનકાર!

સાત સમુંદર પાર ના બીટ્સ નો ઉપયોગ 

રાજીવ રાયના નિર્દેશનમાં ફિલ્મ વિશ્વાત્મા રજૂ થઈ હતી. આ મૂવીનું સાત સમુંદર પાર ગીત આજે પણ લોકપ્રિય છે. હવે આ ગીતના બીટ્સ નો ઉપયોગ કાર્તિક આર્યનની આગામી મૂવી તું મેરા મેં તેરી મેં તેરા તું મેરી માં કરવામાં આવ્યો છે, જેને લઈને રાજીવ રાયે વાંધો ઉઠાવ્યો છે.


રાજીવ રાયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જો ફિલ્મમાં આ ગીતના બીટ્સ નો ઉપયોગ થયો હોય તો મેકર્સે તેમની પરવાનગી લેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, “આજકાલ જૂના ગીતોને લઈને ફરીથી બનાવવાનો ટ્રેન્ડ બની ગયો છે, જે લોકપ્રિય ગીતોને બરબાદ કરી રહ્યો છે.” તેમણે સ્પષ્ટતા કરી કે, સારેગામા કંપનીને લાગે છે કે વિશ્વાત્માનું મ્યુઝિક તેમનું છે, તેઓ તેનો ઉપયોગ ટીવી શૉઝ અને પર્ફોર્મન્સ માટે કરી શકે છે, પરંતુ જો તેનો ઉપયોગ કોઈ ફિલ્મમાં કરવો હોય તો તેમની (રાજીવ રાયની) મંજૂરી લેવી અનિવાર્ય છે. તેમણે ચેતવણી આપી કે જો ચોક્કસ પ્રોટોકોલ્સનું પાલન નહીં થાય તો લીગલ એક્શન પણ થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version