ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય પોતાના સુંદર અને ગ્લેમરસ ફોટોસને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ પર ખૂબ જ સક્રિય રહે છે. તે અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રીએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે એક દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટ ની તસવીરોમાં અભિનેત્રીએ ઓફ વ્હાઇટ કલરના લહેંગા સાથે ભારે ઝવેરાત અને ન્યુડ મેકઅપ કર્યું છે, જે તેના લુકમાં ઉમેરો કરી રહી છે. દેવોલીનાની આ તસવીરોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
દેવોલિનાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે સાથ નિભાના સાથિયા 2 માં જોવા મળી હતી, આ પહેલા તેણે બિગ બોસ 14 માં પણ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે દેવોલિનાએ 2011 માં સીરીયલ ‘સાવરે સબકે સપને પ્રિતો’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.આ સિરિયલમાં તેણે બાનીની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ દેવોલિનાએ સાથ નિભાના સાથિયા સીરિયલમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું અને તેમાં તેને ખૂબ જ લોકચાહના મળી હતી.