Site icon

Saba azad: રિતિક રોશન ને ડેટ કરવું સબા આઝાદ ને પડ્યું ભારે! 2 વર્ષ થી આ વાત ને લઈને પરેશાન છે અભિનેત્રી

Saba azad: સબા આઝાદ બોલિવૂડ ના હેન્ડસમ હંક રિતિક રોશન ને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સબા એ તેના ફેન્સ સાથે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ શેર કરી છે.

saba azad reveals she lost voice over jobs after dating hrithik roshan

saba azad reveals she lost voice over jobs after dating hrithik roshan

News Continuous Bureau | Mumbai

 Saba azad: સબા આઝાદ બોલિવૂડ ના હેન્ડસમ હંક રિતિક રોશન ને ડેટ કરી રહી છે. જેને કારણે તે ચર્ચામાં આવી છે. આ ઉપરાંત સબા આઝાદ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકે છે અને તે એક ગાયિકા પણ છે. સબા એક  વોઈસ ઓવર આર્ટિસ્ટ રહી ચૂકી છે, પરંતુ રિતિક સાથે રિલેશનશિપમાં આવ્યા બાદ તેને વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ નથી મળી રહ્યું.સબા એ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વાતનો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sushant singh rajput death anniversary: બેકગ્રાઉન્ડ ડાન્સર થી લઈને ફિલ્મો સુધી ની સફર કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ નું રહસ્ય આજે પણ છે અકબંધ, જાણો અભિનેતા ની ડેથ એનિવર્સરી પર તેના વિશે કેટલીક વાતો

સબા આઝાદ ને નથી મળી રહ્યું કામ 

સબા આઝાદે તેની ઇન્સ્ટા સ્ટોરી માં ઘણી પોસ્ટ શેર કરી છે જેમાં સબાએ સૌથી પહેલા રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી તેનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે તે તેના કુદરતી નિવાસસ્થાનમાં પાછી આવી ગઈ છે. હું 2 વર્ષ પછી વોઈસ ઓવર રેકોર્ડ કરી રહી છું. હા, 2 વર્ષ પછી ખબર પડશે કેમ? તમારામાંથી ઘણાને ખબર હશે અને ઘણાને ખબર નહીં હોય પણ હું વોઈસ ઓવર આર્ટિસ્ટ રહી છું. મેં 100 જાહેરાતોમાં કામ કર્યું છે. વોઈસ ઓવર આર્ટિસ્ટ બનવું એ મારી ત્રણ કારકિર્દીમાંથી એક છે અને મને તેના માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મેં ઘણા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે અને ઘણી સારી જાહેરાતો માટે મારો અવાજ આપ્યો છે. કલ્પના કરો, મહિનામાં 6-8 વોઈસ ઓવર કરવાથી, એક સમય એવો આવ્યો જ્યારે મારી પાસે એક પણ નહોતું


સબાએ પોસ્ટ માં લખ્યું, ‘એક દિવસ હું જાગી ગઈ અને સમજાયું કે મને રેકોર્ડ કર્યાને મહિનાઓ થઈ ગયા છે, ત્યારબાદ મહિના ઓ વર્ષોમાં ફેરવાઈ ગયા. જ્યારે મેં એક ડિરેક્ટરને પૂછ્યું કે તમે મને વોઈસ ઓવર માટે કેમ બોલાવતા નથી? તેથી તેઓએ કહ્યું ઓહ અમને લાગ્યું કે તમે હવે વોઈસ ઓવર કરવા માંગતા નથી. આ વાત નો ખુલાસો કરતા સબા એ જણાવ્યું કે, તેને વોઈસ ઓવર માટે એટલા માટે બોલાવવામાં આવી ન હતી કારણ કે તેને લાગતું હતું કે જો હું કોઈને ડેટ કરી રહી છું તો હું આ કામ હવે નહીં કરું.સબાએ કહ્યું કે તેને પોતાના ટેબલ પર ભોજન રાખવું પડશે અને જો માત્ર લોકોના અભિપ્રાયને કારણે તેને કામ ન આપવામાં આવે તો તે ઘણું ખોટું છે. તેથી હું ફરીથી કહેવા માંગુ છું કે મેં વોઇસ ઓવર જોબ છોડી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Anupamaa Upcoming Twist: અનુપમા માં હાઈ-વોલ્ટેજ ડ્રામા: અનુપમા પર લાઠીથી હુમલો, શું તે ચૉલના રહેવાસીઓના ઘર બચાવી શકશે?
Akshay Khanna Dance video: ‘રહેમાન ડકૈત’નો અસલી અંદાજ: અક્ષય ખન્નાનો ‘છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કરતો જૂનો વીડિયો થયો વાયરલ
Exit mobile version