Site icon

Sachin Pilgaonkar on Sanjeev Kumar : સચિન પિલગાંવકર એ સંજીવ કુમાર સાથેનો યાદ કર્યો અનમોલ પ્રસંગ, સોશિયલ મીડિયા પર શરૂ થઇ ચર્ચા

Sachin Pilgaonkar on Sanjeev Kumar : સચિન પિલગાંવકર એ સંજીવ કુમાર સાથેનો કિસ્સો યાદ કરતા કહ્યું,”હા માઝામાર્ગ એકલા” (Ha Majha Marg Ekala) ફિલ્મ જોઈને સંજીવકુમાર સીધા મારા ઘેર આવ્યા અને કહ્યું – “હું તારો ઓટોગ્રાફ લેવા આવ્યો છું”

Sachin Pilgaonkar Shares Heartwarming Story of Sanjeev Kumar Visiting His Home for an Autograph

Sachin Pilgaonkar Shares Heartwarming Story of Sanjeev Kumar Visiting His Home for an Autograph

News Continuous Bureau | Mumbai  

Sachin Pilgaonkar on Sanjeev Kumar : અભિનેતા અને દિગ્દર્શક સચિન પિલગાંવકર એ તાજેતરમાં એક ભાવનાત્મક કિસ્સો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ 14-15 વર્ષના હતા ત્યારે દિગ્ગજ અભિનેતા સંજીવકુમાર તેમના ઘેર આવ્યા હતા અને તેમનો ઓટોગ્રાફ માંગ્યો હતો. આ પ્રસંગ “હા માઝા માર્ગ એકલા” (Ha Majha Marg Ekala) ફિલ્મના ટ્રાયલ પછીનો છે. સંજીવકુમારએ ફિલ્મ જોઈ અને તરત જ સચિનને મળવા તેમના ઘેર પહોંચ્યા. તેમણે સ્ટેશનરી શોપમાંથી ઓટોગ્રાફ બુક અને પેન ખરીદી અને કહ્યું – “હું તારો ઓટોગ્રાફ લેવા આવ્યો છું.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 થી થઇ તુલસી ની વાપસી, શો નું ટીઝર થયું રિલીઝ, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

સંજીવકુમારનો ઓટોગ્રાફ માંગવાનો અનોખો પ્રસંગ

સચિન પિલગાંવકરે જણાવ્યું કે “હું હરીભાઈ (Sanjeev Kumar)ને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમણે કહ્યું કે ‘મેં કોઈનો ઓટોગ્રાફ ક્યારેય લીધો નથી, તારો પહેલો ઓટોગ્રાફ લઉં છું.’ મેં લખ્યું – ‘હરીભાઉ વિથ લવ, સચિન’.” આ પ્રસંગ સચિન માટે જીવનભર યાદગાર રહ્યો.સચિન પિલગાંવકરે વધુ એક કિસ્સો યાદ કર્યો કે જ્યારે તેઓ માત્ર 7 વર્ષના હતા ત્યારે રાજકમલ સ્ટુડિયોમાં મધુબાલા ને મળ્યા હતા. તેમણે મધુબાલાને “મધુઆન્ટી” કહીને બોલાવી અને ઓટોગ્રાફ માંગ્યો. મધુબાલાએ ખુશ થઈને ઓટોગ્રાફ આપ્યો. સચિન કહે છે – “મધુબાલા જેટલી સુંદર હતી, તેના પગ પણ એટલા જ સુંદર હતા.”


સચિન પિલગાંવકરનો આ કિસ્સો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. લોકો તેમના સાદગીભર્યા અને ભાવનાત્મક સંસ્મરણને ખૂબ પસંદ કરી રહ્યા છે. સંજીવકુમાર અને મધુબાલા જેવા દિગ્ગજ કલાકારો સાથેના આ પ્રસંગો આજે પણ લોકોના દિલમાં જીવંત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો
Honey Singh Mumbai Concert FIR: યો યો હની સિંહ કોન્સર્ટ વિવાદમાં: એરપોર્ટ પાસે લેઝર લાઈટના ઉપયોગથી ખળભળાટ, મુંબઈ પોલીસની કડક કાર્યવાહી
Bhooth Bangla Release Date: અક્ષય કુમારના ‘ભૂત બંગલા’માં રિલીઝ ડેટનું ભૂત! કન્ફ્યુઝન દૂર કરવા મેદાનમાં આવ્યા મેકર્સ, જાણો ફાઈનલ ડેટ
Ajay Devgn New Project: અજય દેવગણનો મોટો ધડાકો: સત્ય ઘટના પર આધારિત નવા પ્રોજેક્ટની કરી જાહેરાત! જાણો કઈ રિયલ સ્ટોરી પર બનશે ફિલ્મ?
Exit mobile version