Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં નવા તારક મહેતા થી ચાહકોમાં નારાજગી- ટ્વિટર પર થયો મીમ્સ નો વરસાદ-સોશિયલ મીડિયા યુઝર્સે કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝનના(television) સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(Tarak Mehta Ka Ulta Chashma) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ વખતે આ શો નવા તારક મહેતા(Tarak Mehta) એટલે કે સચિન શ્રોફના(Sachin Shroff) કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાને(Shailesh Lodha) રિપ્લેસ કરવા મુદ્દે અટકળો ચાલી રહી હતી. લાંબી રાહ જોયા બાદ આખરે ગોકુલધામમાં(Gokuldham) નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફની એન્ટ્રી થઈ ગઈ. જોકે ફેન્સને તારક મહેતા ના પાત્ર માં સચિન શ્રોફ જામતા હોય તેવું લાગતું નથી. નવા 'મહેતા સાહેબ ની એન્ટ્રી પર ફેન્સમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. જેવી નવા તારક મહેતાની એન્ટ્રીવાળો એપિસોડ ઓન એર થતા નેટિઝન્સના(Netizens ) રિએક્શન આવવા માંડ્યા અને TMKOC ટિ્‌વટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે. 

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયાની(social media) સૌથી સારી વાત એ છે કે અહીં લોકો પોતાની વાત ખુલીને રજૂ કરી શકે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ પણ આમ જ કરી રહ્યા છે. શૈલેષ લોઢાની જગ્યાએ શોમાં સચિન શ્રોફને જાેઈને લોકોએ ઈન્ટરનેટ પર પોતાની વાત ખુલીને રજૂ કરવાની શરૂ કરી દીધી છે. આ ટિ્‌વટ્‌સને વાંચ્યા પછી સમજી શકાય કે લોકો માટે નવા તારક મહેતાને સ્વીકારવા કેટલા મુશ્કેલ બન્યા છે. 

શૈલેષ લોઢાએ તારક મહેતા સાથે લાંબો સમય વીતાવ્યો હતો. તેમણે આ પાત્રમાં જીવ રેડી દીધો હતો. જેને કારણે હવે લોકો માટે તેમની જગ્યાએ કોઈ અન્ય અભિનેતાને સ્વીકારવા મુશ્કેલ બનતું હોય તેવું લાગે છે.

આ સમાચાર પણ વાંચો : પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત- પંજાબ-હરિયાણા હાઈકોર્ટે  કબૂતરબાજી કેસમાં આપ્યો આ મોટો ચુકાદો 

એક યૂઝરનું કહેવું છે કે તારક મહેતા શો તેનો ચાર્મ ગૂમાવી રહ્યો છે. સારામાં સારો શો હવે બોરિંગ બની રહ્યો છે. શોની આ પડતી છે. દરેક જણ સિરિયલ છોડી રહ્યા છે. અન્ય એક યૂઝરનું કહેવું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો અંત લાવી દો, તેને બગાડો નહીં. દયાએ શો છોડ્યા બાદ ઘણું બધુ છૂટી ગયું. ટપુ, અને સોનુના બદલાવવાથી બહુ નહીં પણ થોડો ફરક આવ્યો. પણ કોવિડ પછી તો ઘણું બધું…સોઢી, અંજલી, નટુકાકાનું મૃત્યુ થયું અને હવે તારક મહેતા, બધા રિપ્લેસ થયા. જૂના એપિસોડ સોનું હતા.

તમને જણાવી દઈએ કે,શૈલેષ લોઢા પહેલા પણ શો ના અનેક કલાકારોએ આ શોને અલવિદા કહી દીધુ છે. જેમાં દિશા વાકાણી, નેહા મહેતા, ગુરુચરણ સિંહ, નિધિ ભાનુશાળી ભવ્ય ગાંધી જેવા કલાકારો નો સમાવેશ થાય છે.

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version