News Continuous Bureau | Mumbai
Sachin tendulkar:વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ સાથે રિલીઝ થઇ છે. સેમ બહાદુર પણ દર્શકો ને ખુબ પસંદ આવી રહી છે. લોકો આ ફિલ્મ ને જોઈ ને વિકી કૌશલ ના અભિનય ના વખાણ કરી રહ્યા છે. હવે આ કડી માં ક્રિકેટ ના ભગવાન ગણાતા ક્રિકેટર સચિન તેંડુલકર નું પણ નામ સામેલ થઇ ગયું છે. હાલમાં જ સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર વિકી કૌશલ અને ફિલ્મ ‘સેમ બહાદુર’ના વખાણ કર્યા હતા.
સચિન તેંડુલકરે કર્યા વિકી કૌશલ ના વખાણ
ફિલ્મ સેમ બહાદુર ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ફિલ્મ જોયા બાદ સચિન તેંડુલકરે વિકી કૌશલ અને સેમ બહાદુર ના વખાણ કર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.સામે આવેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સચિન અને વિકી એકસાથે ફોટો પડાવી રહ્યા છે આ દરમિયાન પાપારાઝી સચિન તેંડુલકર ને પૂછી રહ્યં છે કે તમને ફિલ્મ કેવી લાગી આના પર સચિન કહે છે કે,’ ‘ખૂબ જ સારી ફિલ્મ છે. મને વિકીની એક્ટિંગ ખૂબ જ ગમી. ફિલ્મ જોઈને એવું લાગ્યું કે જાણે ફિલ્ડ માર્શલ સેમ માણેકશા ખરેખર આપણી સામે આવી ગયા હોય. આ ફિલ્મ એક વાર જોવી જ જોઈએ.’
View this post on Instagram
સચિન દ્વારા પોતાના વખાણ સાંભળ્યા બાદ વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર તેની અને સચિન ઈ તસવીર શેર કરી લખ્યું, ‘મારા બાળપણના હીરોએ આજે મારી ફિલ્મ જોઈ! #હું ઠીક છું!!! પ્રેમ અને સમીક્ષા માટે સચિન સરનો આભાર… હું તમારા વખાણ હંમેશા યાદ રાખીશ.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ફિલ્મ સેમ બહાદુર માં વિકી કૌશલે સેમ માણેકશા ની ભૂમિકા ભજવી છે. વિકી કૌશલે આ ફિલ્મમાં ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા છે.
આ સમાચાર પણ વાંચોઃ Katrina kaif sam bahadur: કેટરીના કેફે કરી પતિ વિકી કૌશલ ની ફિલ્મ ની સમીક્ષા, પોસ્ટ શેર કરી કહી આવી વાત