News Continuous Bureau | Mumbai
‘સડક 2’,’બાટલા હાઉસ’ અને ‘થિંકિસ્તાન’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી ક્રિસન પરેરા વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી સંયુક્ત આરબ અમીરાત ની શારજાહ સેન્ટ્રલ જેલમાં બંધ છે. લગભગ બે અઠવાડિયા પહેલા તેની ડ્રગ્સના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરિવારનું કહેવું છે કે તેઓ શારજાહ એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી તેની સાથે કોઈ સંપર્ક થયો નથી અને માત્ર 72 કલાક પછી જ ભારતીય કોન્સ્યુલેટ દ્વારા તેમની ધરપકડની જાણ કરવામાં આવી હતી.
પરિવાર ના લોકો એ કહી આ વાત
પરિવારના સભ્યો રડતા રડતા કહે છે કે તેમની દીકરીને જાણીજોઈને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં આવી રહી છે. ક્રિસન નો ભાઈ કેવિન કહે છે, “અમે છેલ્લા બે અઠવાડિયાથી સતત ભાવનાત્મક ત્રાસમાંથી પસાર થઈ રહ્યા છીએ, મારી બહેન નિર્દોષ છે અને તેને ડ્રગ રેકેટમાં ફસાવવામાં આવી છે. ખબર નથી કે લોકો તેની પાસેથી શું ઈચ્છે છે. અમને કંઈ સમજાતું નથી. શું કરવું.”આ સિવાય ક્રિસનની માતા પ્રેમિલા પરેરાએ કહ્યું, ‘મારી પુત્રી સાથે રવિ નામના વ્યક્તિએ છેતરપિંડી કરી છે. તેણે મારી દીકરીની ટીમને વેબ સિરીઝમાં કામ કરવા માટે મેસેજ કર્યો હતો. એક-બે મીટીંગ પછી ક્રિસન દુબઈ પણ ઓડિશન આપવા ગઈ હતી. રવિએ બાદમાં તેને 1 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોફી શોપમાં બોલાવી અને ઓડિશન સ્ક્રિપ્ટ ના ભાગ રૂપે તેને ટ્રોફી આપી. ક્રિસન આ ટ્રોફી પોતાની સાથે લાવી હતી, જેમાંથી ડ્રગ્સની ગંધ આવી રહી હતી.’પ્રેમિલા કહે છે કે, “શારજાહ એરપોર્ટ પર પહોંચતા જ ક્રિસન ને પોતે ટ્રોફી માંથી સ્મેલ આવી હતી અને તે તેને પરત કરવાની હતી પરંતુ તે રવિનો સંપર્ક કરી શકી ન હતી. પછી અચાનક 10 એપ્રિલે અમને સમાચાર મળ્યા કે ક્રિસન પર ડ્રગ્સનો આરોપ છે. અને તેની ધરપકડ કરવામાં આવી છે. “
પરિવાર કરી રહ્યો છે અભિનેત્રી ને છોડાવવાનો પ્રયાસ
તમને જણાવી દઈએ કે ક્રિસન પરેરાના પરિવાર પોતાની દીકરીને જેલમાંથી બહાર કાઢવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. આટલું જ નહીં તેણે દુબઈમાં એક સ્થાનિક વકીલને રાખ્યો છે જેની ફી લગભગ 13 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમજ પરિવાર દીકરીને જેલમાંથી છોડાવવા માટે ઘર ગીરો રાખવાની તૈયારી કરી રહ્યો છે કારણ કે દંડની રકમ 20 થી 30 લાખની વચ્ચે જણાવવામાં આવી રહી છે, અભિનેત્રીના ભાઈએ કહ્યું કે, અમે 13 દિવસથી ન્યાય માટે ભૂખ્યા અને તરસ્યા ભટકીએ છીએ..” પરિવારે મુંબઈ પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ શારજાહ જેલમાંથી સત્તાવાર શુલ્ક ન મળવાને કારણે, મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધવાની પણ ના પાડી.
