Site icon

Saeed jaffrey : ઈરફાન ખાન નહીં, આ એક્ટરે બનાવ્યો છે સૌથી વધુ હોલિવૂડ ફિલ્મો કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

સૌથી વધુ હોલિવૂડ ફિલ્મોનો રેકોર્ડ ઈરફાન ખાન નહીં પરંતુ સઈદ જાફરી પાસે છે. સઈદ જાફરી 18 હોલીવુડ ફિલ્મોમાં જોવા મળ્યો છે. સઈદ જાફરીએ 1978માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

saeed jaffrey holds guinness world record for doing most international films

saeed jaffrey holds guinness world record for doing most international films

News Continuous Bureau | Mumbai

ઈરફાન ખાન હવે આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ તેના ચાહકો તેને ખૂબ મિસ કરે છે. બોલિવૂડે આપણને વર્ષોથી ઘણી શાનદાર ફિલ્મો આપી છે. આલિયા ભટ્ટ, સમંથા રૂથ પ્રભુ, પ્રિયંકા ચોપરા, ઈરફાન ખાન, દીપિકા પાદુકોણ સહિત ઘણા ભારતીય સ્ટાર્સે હોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સૌથી વધુ હોલીવુડ ફિલ્મોનો રેકોર્ડ ઈરફાન ખાન પાસે નહીં પરંતુ સઈદ જાફરી પાસે છે.

Join Our WhatsApp Community

18 હોલિવુડ ફિલ્મ માં જોવા મળ્યા હતા સઈદ જાફરી

સઈદ જાફરી 18 હોલીવુડ ફિલ્મોમાં જોવા મળ્યો હતા. અભિનેતા ગાંધી, મસાલા, એ પેસેજ ટુ ઈન્ડિયા અને માય બ્યુટીફુલ લોન્ડ્રેટ સહિત 18 આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં જોવા મળ્યા છે. સઈદ જાફરીના રેકોર્ડ વિશે ગિનિસ ક્વોટ માં જણાવવામાં આવ્યું છે કે, તેમણે 1977ની ભારતીય ફિલ્મ ધ ચેસ પ્લેયર્સથી તેમની ફિલ્મની શરૂઆત કરી હતી અને લગભગ 100 હિન્દી ફિલ્મો અને એક પંજાબી ફિલ્મમાં દેખાયા હતા. આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને બ્રિટિશ ટેલિવિઝનમાં કામ કરવા જાફરીએ 1998માં ભારતીય સિનેમા છોડી દીધું.બ્રિટિશ-ભારતીય અભિનેતા ઘણી ટીવી સિરિયલો અને ભારતીય સિનેમામાં દેખાયા છે, 1950 ના દાયકામાં થિયેટરમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી, 1977 માં સત્યજીત રેની ‘શતરંજ કે ખેલાડી’ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. સઈદ જાફરીએ તેમની ભૂમિકા માટે 1978માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. તે પછી તે ચશ્મે બદ્દૂરમાં કેમિયો રોલમાં દેખાયો, ત્યારબાદ રાજ કપૂરની રામ તેરી ગંગા મૈલી, માં જોવા મળ્યા

આ સમાચાર પણ વાંચો: Supreme Court : કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ED ડિરેક્ટર સંજય મિશ્રાના ત્રીજા કાર્યકાળ પર ફેરવી કાતર, આ તારીખ સુધીમાં ખાલી કરવી પડશે ઓફિસ..

સઈદ જાફરી નું મૃત્યુ

સઈદ જાફરી બ્રિટિશ અને કેનેડિયન ફિલ્મ પુરસ્કાર નોમિનેશન માટે નામાંકિત થનાર પ્રથમ એશિયન પણ બન્યા. 15 નવેમ્બર 2015ના રોજ તેમના લંડનના નિવાસસ્થાને બ્રેઈન હેમરેજને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી, તેમને 2016 માં મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version