News Continuous Bureau | Mumbai
Saif ali khan attack case: સૈફ અલી ખાન હુમલા કેસ માં રોજ નવા નવા અપડેટ સામે આવતા રહે છે.આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ પણ આ કેસ માં તપાસ કરી રહી છે. હવે આ બધા ની વચ્ચે સૈફ અલી ખાન ના સારવાર અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. દરમિયાન, એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ (AMC) એ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) ને એક પત્ર લખ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Mamta kulkarni: બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રી એ લીધો સન્યાસ, જાણો સન્યાસી બન્યા બાદ શું હશે મમતા કુલકર્ણી નું નામ
સૈફ અલી ખાન ની સારવાર ને લઈને ઉઠ્યા સવાલો
સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે સૈફ ની સારવાર શરૂ થઈ, ત્યારે તેને વીમા કંપની તરફથી 25 લાખ રૂપિયાની મંજૂરી મળી. સૈફ અલી ખાન નું હોસ્પિટલ નું બિલ 36 લાખ રૂપિયા આવ્યું. વીમા કંપનીએ અભિનેતાને આટલી ઝડપથી 25 લાખ રૂપિયા કેવી રીતે મંજૂર કર્યા? આ અંગે એક પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં લીલાવતી હોસ્પિટલમાં અભિનેતાની કેશલેસ સારવાર માટે 25 લાખ રૂપિયાની મંજૂરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
₹25 Lakhs approved in 4 Hours? 😲
Saif Ali Khan’s cashless claim of ₹25L was approved in just 4 hours. 🚨
AMC has written to IRDAI, questioning why celebrities get such swift approvals, while ordinary citizens face delays & lower limits. 🧵👇 pic.twitter.com/1jLruHfLhf
— Beshak.org Insurance 🧐 (@BeshakIN) January 26, 2025
AMC એ તેના પત્રમાં IRDAI ને વિનંતી કરી હતી કે સૈફ અલી ખાન સાથે સંબંધિત ઘટનાની તપાસ કરો.આ ઉપરાંત બધા પોલિસીધારકો માટે સમાન વર્તન સુનિશ્ચિત કરો. તેમજ ભેદભાવપૂર્ણ વર્તન અટકાવવા માટે કડક માર્ગદર્શિકા લાગુ કરો. આ સાથે જનતાનો ટેકો મેળવવા માટે, કેશલેસ સારવારમાં પારદર્શિતા માં વધારો કરવામાં આવે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)