Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan Birthday: નામ બદલતા ની સાથે જ ચમકી ઉઠી સૈફ અલી ખાન ની કિસ્મત, જાણો પટૌડી ખાનદાન ના વારિસ ની નેટવર્થ વિશે

Saif ali khan Birthday: સૈફ અલી ખાન આજે તેનો 54 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સૈફ અલી ખાન એ અભિનેતા નું સાચું નામ નથી.તો ચાલો અભિનેતા ના જન્મદિવસ પર જાણીયે તેની નેટવર્થ વિશે

saif ali khan birthday special know actor net worth

saif ali khan birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Saif ali khan Birthday: સૈફ અલી ખાન આજે તેનો 54 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે સૈફ અલી ખાન નું સાચું નામ સાજીદ અલી ખાન છે. તેમના પિતાના નામની જેમ પટૌડી પણ તેમના નામમાં સામેલ નહોતું અને તેનું કારણ એ હતું કે ટાઈગર પટૌડી એ પણ રજવાડાના અંત પછી પોતાના નામમાંથી પટૌડી કાઢી નાખ્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા સૈફ અલી ખાન સાજિદ અલી ખાન તરીકે ઓળખાતો હતો. પરંતુ ફિલ્મો માં આવતા પહેલા તેને પોતાનું નામ બદલી નાખ્યું હાલમાં, કાગળ પર સૈફ અલી ખાનનું નામ સાજિદ છે અને સૈફ ફક્ત તેનું સ્ક્રીન નામ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Stree 2: આ વિકેન્ડમાં જો તમે પણ સ્ત્રી 2 જોવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો વાંચો અહીં શ્રદ્ધા કપૂર ની ફિલ્મ નો રીવ્યુ

સૈફ અલી ખાન ની નેટવર્થ 

સૈફ અલી ખાને ફિલ્મ પરંપરા થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. સૈફ અલી ખાન પટૌડી પરિવારનો છે. આવી સ્થિતિમાં તેની પાસે પૈતૃક સંપત્તિ ઉપરાંત તે કરોડોની સંપત્તિના માલિક છે. મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાન લગભગ 1200 કરોડ ની સંપત્તિ નો માલિક છે. તેની ગણતરી બોલિવૂડના સૌથી અમીર કલાકારોમાં થાય છે.સૈફ અલી ખાન એક ફિલ્મ માટે લગભગ 10 થી 15 કરોડ રૂપિયાની ફી લે છે.અભિનય ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને તેના અંગત વ્યવસાયમાંથી પણ કરોડો કમાય છે.સૈફ અલી ખાનનું મુંબઈમાં આલીશાન ઘર છે. આ સિવાય હરિયાણામાં સૈફ અલી ખાનનો પૈતૃક મહેલ છે. જેની કિંમત 800 કરોડ રૂપિયાની આસપાસ કહેવાય છે. 


આ સિવાય સૈફ અલી ખાન ને લક્ઝરી કાર નો પણ ખુબ શોખ છે. સૈફ અલી ખાન ચાર બાળકો નો પિતા છે. અને હજુ પણ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version