News Continuous Bureau | Mumbai
Saif Ali Khan Hotel Brawl Case: બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન 2012ના હોટેલ ઝગડો કેસને લઈને ફરીથી ચર્ચામાં છે. સૈફ અલી ખાન પર 2012 માં એક ઉદ્યોગપતિ પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ હતો. જ્યારે આ ઝઘડો થયો ત્યારે સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સહિત સૈફના કેટલાક મિત્રો સાથે હોટેલમાં હાજર હતા.2012ના કેસમાં મલાઈકા અરોરા ગવાહ તરીકે હાજર ન રહેતા તેની વિરુદ્ધ આ વોરંટ ફરીથી જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Anant Ambani: 170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકા પહોંચ્યો અનંત અંબાણી, પત્ની રાધિકા એ ગર્વ અનુભવતા પતિ વિશે કહી આવી વાત
મલાઈકા અરોરા સામે વોરંટ
મલાઈકા અરોરા આ કેસમાં ગવાહ તરીકે હાજર થવાની હતી, પરંતુ તે કોર્ટમાં હાજર ન રહેતા, 15 ફેબ્રુઆરીએ જારી થયેલું વોરંટ ફરીથી 8 એપ્રિલે જારી કરાયું છે. આ કેસમાં વધુ સુનાવણી 29 એપ્રિલે થશે.આ ઘટના 22 ફેબ્રુઆરી, 2012ની છે, જ્યારે સૈફ અને તેમના મિત્રો મુંબઇના ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર માણી રહ્યા હતા. આ દરમિયાન એક બિઝનેસમેન એ અંગે વિરોધ કર્યો, જેના કારણે ઝગડો થયો.
A magistrate court in Mumbai re-issued a bailable warrant against actor Malaika Arora over her continued absence as a witness in the trial against Saif Ali Khan in a 2012 hotel assault case involving him.
The case dates back to February 22, 2012, when Iqbal Sharma, an NRI… pic.twitter.com/0YJl9MgR8Y
— IndiaToday (@IndiaToday) April 8, 2025
સૈફે દાવો કર્યો કે બિઝનેસમેન એ તેમની સાથે રહેલી મહિલાઓ સામે અપશબ્દો વાપર્યા, જેના કારણે આ ઝગડો થયો હતો. ઉદ્યોગપતિ એ ફરિયાદ નોંધાવી હતી. આ પછી સૈફ અલી ખાન અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. બાદમાં ત્રણેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)