News Continuous Bureau | Mumbai
Saif ali khan: સૈફ અલી ખાન ના બાંદ્રા વાળા ઘરમાં અડધી રાત્રે ચોર ઘુસ્યો હતો. આ દરમિયાન કેટલાક નોકરો ઊંઘમાંથી જાગી ગયા. સૈફ અલી ખાન પણ આ અવાજ થી જાગી ને બહાર આવ્યો. તેણે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ચોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો. જેને કારણે સૈફ અલી ખાન ઘાયલ થયો હતો અને તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. હાલ સૈફ અલી ખાન નું ઓપરેશન ચાલી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Bhoot Bangla cast: અક્ષય કુમાર ની ફિલ્મ ભૂત બંગલા માં થઇ ભૂલ ભુલૈયા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી,ખિલાડી કુમાર સાતેહ મળી ઉકેલશે રહસ્ય
સૈફ અલી ખાન નું ચાલી રહ્યું છે ઓપરેશન
લીલાવતી હોસ્પિટલ ના સીઓઓ એ જણાવ્યું હતું કે ‘સૈફ પર તેના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં, તેમને સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તેમને છ જગ્યાએ ઈજાઓ થઈ છે, જેમાંથી બે ગંભીર છે. એક ઈજા તેની કરોડરજ્જુ પાસે અને એક ગરદન પર થઈ હતી. ન્યુરોસર્જન ની ટીમે સવારે 5:30 વાગ્યે તેમની સર્જરી શરૂ કરી હતી અને હજુ પણ તેઓ સર્જરીમાં વ્યસ્ત છે. સર્જરી પછી જ ખબર પડશે કે સૈફની હાલત શું છે.’
Lilavati Hospital to CNBC-TV18
Saif Ali Khan is in the Operation Theatre at present. He is being operated. He was brought to the hospital at around 3-3.30 am. pic.twitter.com/oMO246U1XV
— Samarth Saraswat (समर्थ सारस्वत) (@saraswatsamarth) January 16, 2025
પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.આ માટે તેમને ઘણી ટીમો પણ બનાવી છે. કરીના કપૂર અને તેના બાળકો સુરક્ષિત છે. તે હાલમાં સૈફ સાથે લીલાવતી હોસ્પિટલમાં છે. પરિવારે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)