તૈમુર અલી ખાન બેડ બોય બનીને કરવા માંગતો હતો આ કામ, સૈફ અલી ખાને જણાવ્યો કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 નવેમ્બર  2021

ગુરુવાર

બોલીવુડના પાવર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન લોકોનો ફેવરિટ સ્ટાર કિડ છે. તેની ક્યૂટનેસને કારણે તેને ઘણી વાર લોકો તરફથી કોમ્પિલમેન્ટ્સ મળે છે. સૈફ અલી ખાન ટૂંક સમયમાં જ રાની મુખર્જી સાથે ફિલ્મ બંટી ઔર બબલી 2’ માં જોવા મળશે. આ બંનેની જોડી આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં પોતાનો કમાલ  બતાવી ચુકી છે. રાની અને સૈફ આ દિવસોમાં ઘણા શોમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં જ ફિલ્મના પ્રોડક્શન હાઉસ એટલે કે આદિત્ય ચોપરા પ્રોડક્શને એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને તેમના બાળકો વિશે વાત કરી રહ્યા છે.

તૈમૂરના પિતા સૈફ અલી ખાને તેના વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. સૈફે જણાવ્યું કે જ્યારે તૈમુરે તેની ફિલ્મના કેટલાક સીન જોયા તો તે ઘરના દરેકને નકલી તલવારથી દોડાવતો હતો. જ્યારે સૈફ તેને સમજાવતો હતો કે તે ફિલ્મનો ગુડ બોય છે અને આ બેડ બોય છે તો તે કહેતો હતો કે મારે બેડ બોય બનવું છે. વધુ માં સૈફ કહે છે કે આ ફિલ્મ પછી તૈમૂર કહેતો હતો કે, 'મારે ખરાબ વ્યક્તિ બનવું છે અને બેંક લૂંટવી છે, બધાના પૈસા ચોરવા છે.' આ વાત સાંભળીને રાણી ખડખડાટ હસી પડે છે અને કહે છે કે, તેના માટે અત્યારે આ કરવું શ્રેષ્ઠ છે.

આમિર ખાન અને કરીના કપૂરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે ક્રિસમસ પર નહીં, આવતા વર્ષે આ ખાસ દિવસે થશે રિલીઝ, જાણો વિગત

ઈન્ટરવ્યુમાં સૈફ અલી ખાને જણાવ્યું કે કરીનાએ પણ તૈમુરને આ કરવા અંગે સમજાવ્યો નહિ. તેના બદલે કરીનાએ સૈફને કહ્યું કે પ્લીઝ હવે આનો ઉકેલ તમે લાવો. તમને જણાવી દઈએ કે કરીના કપૂર પહેલા જ એક ઈન્ટરવ્યુમાં કહી ચુકી છે કે તે પોતાના બાળકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે નહીં કહે. કરીનાએ કહ્યું હતું કે મને ખુશી થશે જો તૈમુર મને કહે કે તે બીજું કંઈક કરવા માંગે છે એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચઢવા જેવું. કરીનાએ કહ્યું કે મારા બાળકો જે પણ કરશે હું તેમને સપોર્ટ કરીશ.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *