Site icon News Continuous Bureau | Mumbai

Saiyaara Deleted Scenes: ઓટીટી રિલીઝ પહેલા “સૈયારા” ના ડિલીટ થયેલા સીન વાયરલ, દર્શકો એ કરી આવી માંગણી

Saiyaara Deleted Scenes: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ સૈયારા હવે ઓટીટી પર રિલીઝ થવાની છે. 570 કરોડ ની કમાણી કરનાર “સૈયારા” ફિલ્મના ભાવનાત્મક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Saiyaara Deleted Scenes Go Viral Ahead of OTT Release, Fans Demand Full Version

Saiyaara Deleted Scenes Go Viral Ahead of OTT Release, Fans Demand Full Version

News Continuous Bureau | Mumbai

Saiyaara Deleted Scenes: મોહિત સૂરીના દિગ્દર્શનમાં બનેલી “સૈયારા”  ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. અહાન પાંડે અને અનીત પડ્ડા અભિનિત આ ફિલ્મે વિશ્વભરમાં 570 કરોડની કમાણી કરી છે. હવે આ ફિલ્મ 12 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર  રિલીઝ થવાની શક્યતા છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મના કેટલાક ડિલીટ થયેલા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે, જેને જોઈને દર્શકો ફિલ્મના સંપૂર્ણ વર્ઝનની માંગ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tiger Shroff: ટાઈગર શ્રોફે વેચ્યો મુંબઈનો લક્ઝરી ફ્લેટ, 7 વર્ષમાં કર્યો આટલા ટકા નફો

અનીત પડ્ડાના ભાવનાત્મક દ્રશ્યોને લઈને ચર્ચા

ફિલ્મના એક ખાસ દ્રશ્યમાં અનીત પડ્ડા દ્વારા ભજવાયેલ વાણી બત્રા નામના પાત્રને અલ્ઝાઈમર્સ  થવાની ખબર પડે છે. તે મનાલી જઈને અહાન સાથે વિતાવેલી પળોને યાદ કરે છે. આ દ્રશ્ય ફિલ્મમાંથી ડિલીટ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ છે. દર્શકોનું કહેવું છે કે અનીત જેવી પ્રતિભાશાળી અભિનેત્રીને વધુ સ્ક્રીનટાઈમ મળવો જોઈએ.


ફેન્સ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે ડિલીટ થયેલા દ્રશ્યોમાં અહાન અને અનીત વચ્ચેના ભાવનાત્મક સંબંધો વધુ સ્પષ્ટ થાય છે. એક ફોલોઅરે લખ્યું કે “અનીત પડ્ડાની સોલો પર્ફોર્મન્સના ઘણા દ્રશ્યો કાપી નાખવામાં આવ્યા છે, જે નિરાશાજનક છે.” બીજાએ લખ્યું કે “ડિજિટલ રિલીઝમાં આ દ્રશ્યો જરૂરથી ઉમેરવા જોઈએ.” હજુ  સુધી મેકર્સ દ્વારા ઓટીટી રિલીઝમાં ડિલીટ થયેલા દ્રશ્યો ઉમેરવામાં આવશે કે નહીં, તે અંગે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. જો કે, ફેન્સની માંગ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા જોઈને એવું લાગી રહ્યું છે કે મેકર્સ આ દ્રશ્યોને ફરીથી રિલીઝ કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version