Site icon News Continuous Bureau | Mumbai

Tiger Shroff: ટાઈગર શ્રોફે વેચ્યો મુંબઈનો લક્ઝરી ફ્લેટ, 7 વર્ષમાં કર્યો આટલા ટકા નફો

Tiger Shroff: 'બાગી 4' ની રિલીઝ વચ્ચે ટાઈગર શ્રોફે ખાર સ્થિત ફ્લેટ 15.60 કરોડમાં વેચ્યો, આ ફ્લેટ તેને 2018માં લીધો હતો

Tiger Shroff sells luxury flat in Mumbai for 15.60 crore

Tiger Shroff sells luxury flat in Mumbai for 15.60 crore

News Continuous Bureau | Mumbai

Tiger Shroff: બોલીવુડના એક્શન હીરો ટાઈગર શ્રોફ  હાલમાં તેની નવી ફિલ્મ ‘બાગી 4’  ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે તેણે મુંબઈ ના ખાર વિસ્તારમાં આવેલો પોતાનો લક્ઝરી ફ્લેટ વેચી દીધો છે. આ ફ્લેટ તેણે વર્ષ 2018માં 11.62 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને હવે 15.60 કરોડમાં વેચી 31% નફો કમાયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Malaika Arora: મલાઈકા અરોરા એ વેચ્યું તેનું મુંબઈ નું એપાર્ટમેન્ટ, અધધ આટલા કરોડમાં થયો સોદો

ટાઈગર શ્રોફે વેચ્યો ખાર સ્થિત ફ્લેટ

મીડિયા રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફે જે ફ્લેટ વેચ્યો છે તે ખારના રુસ્તમજી પેરામાઉન્ટ બિલ્ડિંગની 22મી માળ પર આવેલો છે. ફ્લેટનું કાર્પેટ એરિયા 1,989.72 સ્ક્વેર ફૂટ છે અને બિલ્ટ-અપ એરિયા 2,189 સ્ક્વેર ફૂટ છે. ડીલમાં ત્રણ કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. ખરીદદાર સંદીપ સરાફ છે, જે એ જ બિલ્ડિંગમાં રહે છે. ટાઈગર શ્રોફે આ ફ્લેટ 2018માં રોકાણ તરીકે ખરીદ્યો હતો. હવે જ્યારે ‘બાગી 4’ રિલીઝ થઈ છે, ત્યારે તેણે આ સંપત્તિ વેચી નફો મેળવ્યો છે.


ટાઈગર શ્રોફનો લાઈફસ્ટાઈલ ખૂબ જ લક્ઝુરિયસ છે. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ તેની કુલ નેટવર્થ લગભગ 248 કરોડ છે. તે ફિલ્મો ઉપરાંત ડાન્સ એકેડેમી અને મિક્સ્ડ માર્શિયલ આર્ટ્સ ઓર્ગેનાઈઝેશનના માલિક પણ છે. 2014માં ‘હીરોપંતી’થી કરિયર શરૂ કરનાર ટાઈગર એક્શન અને ડાન્સ માટે જાણીતો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna Luxury Apartment અક્ષય ખન્નાનું નવું શાહી સરનામું મુંબઈના પોશ વિસ્તારમાં ₹૩૩.૨૬ કરોડનો સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ કર્યો પોતાના નામે
Rashmika Mandanna Mysaa Look ‘મૈસા’ ના અંતિમ યુદ્ધની ઝલક આવી સામે, રશ્મિકા મંદાનાના ઉગ્ર અને દમદાર અવતારે વધાર્યો ફિલ્મનો રોમાંચ
Rise and Fall Show Violence ‘રાઇઝ એન્ડ ફોલ ૨’ ના સેટ પર જોરદાર હંગામો શહઝાદ પૂનાવાલા સાથે ધક્કામુક્કી અને હાથાપાઈ, વીડિયોથી ખળભળાટ
Ruhaanika Dhawan Journey ૧૫ વર્ષની ઉંમરે કરોડોનું ઘર ખરીદ્યું, સલમાન અને સની દેઓલ સાથે કર્યું કામ; જાણો કોણ છે આ ટીવી સ્ટાર?
Exit mobile version