News Continuous Bureau | Mumbai
Sajid khan: ‘હાઉસફુલ’ જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન નો ભાઈ સાજિદ ખાન હાલ ચર્ચામાં છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવ્યા હતા કે સાજીદ ખાન નું 70 વર્ષ ની વયે નિધન થયું છે. તેઓ કેન્સર સામે જંગ હારી ગયા છે અને તેમને દુનિયા ને અલવિદા કહી દીધું છે. હવે અભિનેતા સાજિદ ખાનની સાથે ફિલ્મ નિર્માતા સાજિદ ખાન ને પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.આવી સ્થિતિ માં સાજીદ ખાને વિડીયો શેર કરી ને સ્પષ્ટતા કરી કે તે જીવિત છે અને તેને કંઈ થયું નથી.
સાજીદ ખાને શેર કર્યો વિડીયો
સાજિદ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં અભિનેતા કહી રહ્યો છે કે,’હું ભૂત છું, હું સાજીદ ખાનનું ભૂત છું, હું તમને બધાને ખાઈ જઈશ, સાજીદ ખાનની આત્માને શાંતિ આપે… નથી મળતી! અમને શાંતિ કેવી રીતે મળશે, તે બિચારો સાજિદ ખાન 70ના દાયકામાં હતો. 1957માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં જે નાનો છોકરો જેને સુનીલ દત્ત ના બાળપણ નો રોલ કર્યો હતો તેનું નામ સાજિદ ખાન હતું. તેનો જન્મ 1951માં થયો હતો, મારો જન્મ વીસ વર્ષ પછી થયો હતો. તેમનું અવસાન થયું છે અને તેમની આત્માને શાંતિ મળે, પરંતુ મારા કેટલાક બેજવાબદાર મીડિયા મિત્રો, મીડિયા પર્સન, બધા જ નહીં, પરંતુ કેટલાકે મારો ફોટો મૂક્યો. આવી સ્થિતિમાં, ગઈ રાતથી અત્યાર સુધી મને RIP મેસેજ આવી રહ્યા છે, મને ફોન પણ આવી રહ્યા છે કે તમે જીવિત છો? અરે ભાઈ, તમારા આશીર્વાદથી હું જીવતો છું, મર્યો નથી. તમારું મનોરંજન કરવાનું છે. તો આવી સ્થિતિમાં, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હું જીવિત છું અને સાજિદ ખાનની આત્માને શાંતિ મળે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ,ગઈકાલે અભિનેતા સાજિદ ખાનના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, લોકોએ તેને ફરાહ ખાનના ભાઈ અને ફિલ્મ નિર્માતા સાજિદ તરીકે સમજી લીધો અને અભિનેતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Rubina dilaik: રૂબીના દિલાઈક એ બતાવી દીકરીઓ ની ઝલક, પોસ્ટ દ્વારા જાહેર કર્યા તેમની બાળકી ના નામ, જાણો દીકરીઓના ના નામ નો અર્થ