News Continuous Bureau | Mumbai
Sajid Khan death: મધર ઇન્ડિયા ફેમ અભિનેતા અભિનેતા સાજિદ ખાને 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતા છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેતાનું મૃત્યુ 22 ડિસેમ્બરે થયું હતું.
સાજીદ ખાન ની નિધન
સાજીદ ખાન ના પુત્ર સમીરે મીડિયા ને કહ્યું, ‘તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. શુક્રવારે (22 ડિસેમ્બર)ના રોજ તેમનું અવસાન થયું. તેઓ કેટલાક સમયથી ફિલ્મોમાં સક્રિય નહોતા અને મોટાભાગે પરોપકારમાં રોકાયેલા હતા.’ અભિનેતા સાજિદ ખાનના પાર્થિવ દેહને કેરળના અલપ્પુઝા જિલ્લામાં કયામકુલમ ટાઉન જુમા મસ્જિદમાં દફનાવવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Anupama: શો ‘અનુપમા’ છોડવાની મુસ્કાન બામને એ કરી પુષ્ટિ, હવે આ અભિનેત્રી ભજવશે અનુપમા ની દીકરી પાખી ની ભૂમિકા
તમને જણાવી દઈએ કે સાજીદ ખાને મધર ઇન્ડિયા માં યુવાન સુનિલ દત્ત ની ભૂમિકા ભજવી હતી. ‘મધર ઈન્ડિયા’ પછી સાજિદ ખાને મહેબૂબ ખાનની ‘સન ઑફ ઈન્ડિયા’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાજિદ ખાને અમેરિકન ટીવી શો ‘ધ બિગ વેલી’ના એક એપિસોડમાં મહેમાન ભૂમિકા ભજવી હતી અને મ્યુઝિક શો ‘ઈટ્સ હેપનિંગ’માં ગેસ્ટ જજ તરીકે જોવા મળ્યો હતો.