News Continuous Bureau | Mumbai
Salaar: સાઉથસુપરસ્ટાર પ્રભાસ ની ફીલ્મ સાલાર ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. ટ્રેલર જોતા એવું લ;આગિ રહ્યું છે કે ફિલ્મ માં જબરજસ્ત એક્શન સીન જોવા મળશે. હવે સેન્સર બોર્ડે ફિલ્મ ને A સર્ટિફિકેટ આપ્યું છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ફિલ્મ ને A સર્ટિફિકેટ ઇન્ટીમેન્ટ સીન ને કારણે કે પછી એક્શન સીન ને કારણે મળ્યું છે. તો ચાલો જાણીયે હકીકત
સાલાર ને મળ્યું A સર્ટિફિકેટ
ફિલ્મ સાલાર ને સેન્સર બોર્ડે 2 કલાક 55 મિનિટના રનટાઇમ સાથે ‘A’ પ્રમાણપત્ર આપ્યું છે. મતલબ કે આ ફિલ્મ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. આ ફિલ્મમાં તીવ્ર એક્શન, અને ઘણા ભયાનક હિંસાના દ્રશ્યો છે.તેથી તેને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. નિર્માતાઓએ એક પોસ્ટ લખી છે અને A પ્રમાણપત્ર મેળવવાની માહિતી શેર કરી છે. પ્રોડક્શન કંપની હોમ્બલ ફિલ્મ્સે પોસ્ટર સાથે લખ્યું, ‘સાલાર, સેન્સરનું કામ થઈ ગયું છે. તીવ્ર ‘એક્શન ડ્રામા જોવા માટે થઇ જાઓ તૈયાર. 22મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં.’
View this post on Instagram
‘સાલાર’ માં પ્રભાસ સાથે પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ, શ્રુતિ હાસન, ટીનુ આનંદ, બ્રહ્માજી, ઈશ્વરી રાવ અને અન્ય ઘણા લોકો મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન ને બદલે આ અભિનેત્રી સાથે જામી શકે છે કાર્તિક આર્યન ની જોડી, મેકર્સ કરી રહ્યા છે એક્ટ્રેસ ના નામ પર વિચાર