Salaar: થિયેટર માં ધૂમ મચાવી રહેલી ફિલ્મ સાલાર આ દિવસે ઓટીટી પર થશે રિલીઝ, અધધ આટલા કરોડ માં વેચાયા પ્રભાસ ની ફિલ્મ ના રાઇટ્સ

salaar ott release on ott platform netflix

News Continuous Bureau | Mumbai

Salaar: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર પાર્ટ 1 ગઈકાલે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. રિપોર્ટ મુજબ ફિલ્મે પેહલા જ દિવસે 175 કરોડ ની કમાણી કરી લીધી છે. જો નિર્માતાઓના આ દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો, આ કમાણીના આંકડા સાથે સાલાર, તે વર્ષ 2023 ની સૌથી મોટી ઓપનર બની ગઈ છે.આવી સ્થિતિમાં પહેલા જ દિવસે ફિલ્મની OTT વિગતો સામે આવી છે. 

આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો

સાલાર ની ઓટીટી રિલીઝ

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સાલાર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે, ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી OTT રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સ તમામ ભાષાઓ માટે સાલાર નું સ્ટ્રીમિંગ પાર્ટનર છે. અહેવાલો અનુસાર, ફિલ્મ તેના થિયેટરમાં રિલીઝ થયાના આઠ અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. રિપોર્ટ્સનું માનીએ તો સાલાર ના મેકર્સે ફિલ્મ ના રાઈટ્સ 162 કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ સાથે સાલાર ઓટીટી પર સૌથી વધુ રકમમાં ખરીદવામાં આવેલી પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ બની છે.