Salim Khan Health Update : સલીમ ખાન હેલ્થ અપડેટ: જાણો કેમ હોસ્પિટલ જવું પડ્યું અને હવે કેવી છે તેમની હાલત?

Salim Khan Health Update : સર્જરીની જરૂર નથી, DSA પ્રક્રિયા કરવામાં આવી: વધુ ઉંમરને કારણે રિકવરી ધીમી પણ સકારાત્મક; પુત્ર સલમાન ખાન સતત હોસ્પિટલમાં પિતાની સાથે.

by Zalak Parikh
Salim Khan Health Update: Dr. Jamil Parkar clarifies on Minor Brain Hemorrhage; Veteran writer on ventilator but recovering steadily.

News Continuous Bureau | Mumbai

Salim Khan Health Update :  બોલિવૂડના દિગ્ગજ લેખક સલીમ ખાનને ૧૭ ફેબ્રુઆરીના રોજ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર કરી રહેલા ડોકટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સલીમ ખાનને માઈનોર બ્રેઈન હેમરેજ થયું હતું. જોકે, આ સ્થિતિમાં કોઈ મોટી સર્જરીની જરૂર પડી નથી. તેમના પર માત્ર ડીએસએ નામની પ્રક્રિયા કરવામાં આવી છે.ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં લાવતી વખતે તેમનું બ્લડ પ્રેશર ઘણું હાઈ હતું, જેના કારણે તેમને તાત્કાલિક આઈસીયુ (ICU) માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Vedang Raina and Naomika Saran: શું આ જોડી પડદા પર મચાવશે ધૂમ? આલિયાના ભાઈ સાથે રોમાન્સ કરશે સુપરસ્ટાર રાજેશ ખન્નાની દોહિત્રી; જાણો કઈ ફિલ્મ માટે હાથ મિલાવ્યા

વેન્ટિલેટર સપોર્ટ અને રિકવરી

ડોકટરે સ્પષ્ટતા કરી કે સલીમ ખાન અત્યારે વેન્ટિલેટર પર છે, પરંતુ આ માત્ર બેકઅપ અને સુરક્ષા માટે છે. તેઓ ડૉક્ટરોની વાતનો પ્રતિસાદ આપી રહ્યા છે અને રિકવરી કરી રહ્યા છે. વધુ ઉંમર હોવાને કારણે સાજા થવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ એવી આશા છે કે આવતીકાલ સુધીમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી લેવામાં આવશે. તેમને ડિસ્ચાર્જ ક્યારે કરવા તે અંગેનો નિર્ણય આગામી ૧-૨ દિવસની સ્થિતિ જોઈને લેવામાં આવશે.


૧૭ ફેબ્રુઆરીએ સલીમ ખાનની તબિયત લથડતા પરિવારના ડૉક્ટર ની સલાહ પર તેમને લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમની હાલત અત્યારે પહેલા કરતા ઘણી સારી છે. સલમાન ખાન ગઈકાલે મોડી રાત્રે પિતાને મળવા પહોંચ્યો હતો અને તે ઘણો ભાવુક દેખાતો હતો, જેનાથી ચાહકોમાં ચિંતા વધી હતી.સલીમ ખાનના ખબર અંતર પૂછવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજો હોસ્પિટલ પહોંચી રહ્યા છે. તેમના જૂના સાથી અને જાણીતા લેખક જાવેદ અખ્તર આજે સવારે ફરી એકવાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાતચીત કરી હતી. સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ પણ સોશિયલ મીડિયા પર સલીમ ખાનના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More