ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
10 ફ્રેબ્રુઆરી 2021
આજ થી 18 વર્ષ પહેલા સલમાન ખાને કાળિયાર ના શિકાર મામલે કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું.આ સંદર્ભે 18 વર્ષ પછી સલમાન ખાને કોર્ટ ની માફી માંગી છે.
વાત એમ છે કે ઓગસ્ટ 2003 માં સલમાન ખાન પાસેથી તેની બંદુક નું લાયસન્સ માંગવામાં આવ્યું હતું. તે સમયે તેણે કોર્ટ સામે જણાવ્યું હતું કે તેમનું પોતાનું બંદુક નું લાયસન્સ ખોવાઇ ગયું છે. હવે 18 વર્ષ પછી માફી માંગતા તેમણે કોર્ટ સામે કબૂલ કર્યું છે કે આ પ્રકારનું ખોટું સોગંદનામું તેમની ભૂલને કારણે થયું છે.
બીજી તરફ એક એવું સત્ય કોર્ટ સામે આવ્યું છે કે જ્યારે સલમાન ખાને લાયસન્સ ખોવાઇ જવાનું બહાનું બતાવ્યું હતું બરાબર તે સમયે તેણે પોતાના ગન નું લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી મુકી હતી.
ઉલ્લેખનીય છે કે કોર્ટમાં ખોટી એફિડેવિટ આપવાને કારણે સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. હવે આ સંદર્ભેની વધુ સુનાવણી 11 ફેબ્રુઆરી એ શક્ય છે.
ટીવીની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈની નવી તસવીરો સામે આવી છે, જુઓ તેનો સ્વીમીંગપુલ અવતાર