Site icon

Salman Khan Business Empire: માત્ર ફિલ્મો જ નહીં, આ ૫ બિઝનેસથી પણ સલમાન ખાન છાપે છે નોટો! આલીશાન લાઈફસ્ટાઈલ પાછળનું શું છે સિક્રેટ?

Salman Khan Business Empire: 3000 કરોડની નેટવર્થના માલિક છે 'દબંગ' ખાન; બીઈંગ હ્યુમનથી લઈને જીમ ચેઈન સુધી, દરેક ક્ષેત્રમાં છે સલમાનનો સિક્કો

Salman Khan Business Empire: From Being Human to Fitness chains

Salman Khan Business Empire: From Being Human to Fitness chains

News Continuous Bureau | Mumbai

Salman Khan Business Empire: સલમાન ખાનની ફિલ્મી કરિયર જેટલી શાનદાર છે, તેટલી જ તેમની બિઝનેસ સૂઝ પણ પ્રશંસનીય છે. તેમણે રિયલ એસ્ટેટ, ફિટનેસ અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સમાં મોટા પાયે રોકાણ કર્યું છે. સલમાનના વ્યવસાયો માત્ર નફો જ નથી કરતા, પરંતુ સામાજિક સેવા સાથે પણ જોડાયેલા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TMKOC Upcoming Twist: TMKOC ટ્વિસ્ટ: ઝાડ પર ફસાયા ચંપક ચાચા, આખી ગોકુલધામ સોસાયટીમાં મચ્યો હંગામો; જાણો કેવી રીતે આવશે નીચે?

સલમાન ખાન ની કમાણી ના સ્ત્રોત 

૨૦૦૭માં સ્થાપિત બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન અને બ્રાન્ડ  સલમાનની ઓળખ બની ગઈ છે. તે માત્ર કપડાં જ નહીં, પણ ઘડિયાળ અને જ્વેલરી પણ વેચે છે. આ બ્રાન્ડની ખાસિયત એ છે કે તેનો નફો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ગરીબોની મદદ માટે વપરાય છે. લોકો પાસેથી ડોનેશન લેવાને બદલે સલમાન પોતાની પ્રોડક્ટ્સ વેચીને ફંડ ભેગું કરે છે.ફિટનેસના શોખીન સલમાને ૨૦૧૯માં સમગ્ર ભારતમાં ‘SK-27’ નામની જીમની ચેઈન શરૂ કરી છે. આ ઉપરાંત, તેમણે ‘Being Strong’ બ્રાન્ડ હેઠળ હાઈ-ક્વોલિટી ફિટનેસ ઈક્વિપમેન્ટ (જીમ મશીનો) પણ લોન્ચ કર્યા છે, જે દેશભરના મોટા જીમમાં જોવા મળે છે.


સલમાન ખાનના બિઝનેસ સામ્રાજ્યના મુખ્ય સ્તંભોમાં તેમનું પ્રોડક્શન હાઉસ અને ટેલિવિઝન કરિયર મોખરે છે. વર્ષ ૨૦૧૧માં શરૂ થયેલા ‘સલમાન ખાન ફિલ્મ્સ’ (SKF) પ્રોડક્શન હાઉસે ‘બજરંગી ભાઈજાન’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપીને બોક્સ ઓફિસ પર સફળતાના નવા શિખરો સર કર્યા છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૦થી સલમાન ખાન લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ના હોસ્ટ તરીકે જોડાયેલા છે. વિવિધ અહેવાલો અનુસાર, તેઓ આ શો માટે પ્રતિ અઠવાડિયે ૪૫ થી ૫૦ કરોડ રૂપિયા જેટલી તોતિંગ ફી વસૂલે છે, જે તેમની આવકનો એક મોટો હિસ્સો છે.સલમાન એક કુશળ ચિત્રકાર (Painter) પણ છે. તેઓ પોતાની પેઈન્ટિંગ્સ લાખો-કરોડોમાં વેચે છે અને તેની કમાણી ચેરિટીમાં આપે છે. આ ઉપરાંત, કોરોના કાળમાં તેમણે ‘FRSH’ બ્રાન્ડ લોન્ચ કરી હતી, જે સેનિટાઈઝર અને પરફ્યુમ જેવા પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Box Office Day 3: શાહિદ અને તૃપ્તિની ફ્રેશ જોડીએ મચાવી ધૂમ! ‘ઓ રોમિયો’ એ રાણી મુખર્જીની ‘મર્દાની 3’ ને પણ પાછળ છોડી; જાણો પહેલા વીકેન્ડનું કલેક્શન
Ranveer Singh Dhurandhar OTT : નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો વર્લ્ડ રેકોર્ડ, ૧૧ દેશોમાં ટોપ ટ્રેન્ડિંગમાં રહી રણવીર સિંહે રચ્યો નવો કીર્તિમાન
Rehman Dakait Casting: અક્ષય ખન્ના નહીં પણ આ સુપરસ્ટાર બનવાનો હતો ‘રહેમાન ડકૈત’! જાણો શું છે હકીકત
Yash Toxic Release Postponed: ટોક્સિક VS ધુરંધર 2: શું ટળી જશે બોક્સ ઓફિસ પરનો આ મહાસંગ્રામ? જાણો કેમ યશની ફિલ્મ પોસ્ટપોન થવાની છે પૂરેપૂરી શક્યતા
Exit mobile version