salman khan: સલમાન ખાને જોરશોર થી આપી બાપ્પા ને વિદાય, વિસર્જન દરમિયાન ઢોલ ના તાલે ઝૂમ્યો અભિનેતા, જુઓ વિડીયો

salman khan: બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગઈકાલે ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કર્યું હતું. બાપ્પા ના વિસર્જન વખતે સલમાને તેની બહેન અર્પિતા સાથે જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
salman khan dances during ganpati visarjan

News Continuous Bureau | Mumbai

salman khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાને ધામધૂમ થી બાપ્પાને વિદાય આપી. જેટલા જોરશોર થી તેમને બાપ્પા નું સ્વાગત કર્યું હતું તેટલા જ જોરશોર થી તેમને બાપ્પા ને વિદાય પણ આપી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન તેની બહેન અર્પિતા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, વીડિયોમાં તે તેના પિતા સલીમ ખાન સાથે બાપ્પાની આરતી કરતો પણ જોવા મળી રહ્યો છે.

 

સલમાન ખાને કર્યું ગણપતિ બાપ્પા નું વિસર્જન 

સલમાન ખાને ખુબ જ ધામધૂમ થી બાપ્પા નું વિસર્જન કર્યું હતું. આ વિસર્જન દરમિયાન સલમાન ઉપરાંત અરબાઝ ખાન, સોહેલ ખાન  આયુષ શર્મા, રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસોઝા, પુલકિત સમ્રાટ, યુલિયા વંતુર સહિત અન્ય ઘણી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. જ્યારે અન્ય સેલેબ્સ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા, તો સલમાન ખાન બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by SALMAN KHAN (@salmankhan___fam)

સલમાન ખાન નું વર્ક ફ્રન્ટ 

સલમાન ખાન ના વર્ક ફ્રન્ટ ની  વાત કરીએ તો તે ટૂંક સમયમાં કેટરિના કૈફ સાથે ‘ટાઈગર 3’માં જોવા મળશે. ‘ટાઈગર 3’ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. આ દરમિયાન સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 17’ પણ ટેલિકાસ્ટ થશે. આ સિવાય સલમાન ખાન જલ્દી જ જેકલીન ફર્નાન્ડીઝ સાથે તેની ફિલ્મ ‘કિક’ના બીજા ભાગનું શૂટિંગ શરૂ કરશે.

આ  સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2023: અંબાણીના ઘરમાં ધામધૂમથી પધાર્યા ગણપતિ બાપ્પા, આખા પરિવારે હોંશે હોંશ ગણેશ ચતુર્થીની કરી ઉજવણી.. જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More