સલમાન ખાન ને આવી લતા મંગેશકર ની યાદ, આ રીતે આપી તેમને શ્રદ્ધાંજલિ; જાણો વિગત,જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

સોમવાર

લતા મંગેશકર હવે આ દુનિયામાં નથી અને તેમના કરોડો ચાહકો અને સંગીત પ્રેમીઓ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે. લતા મંગેશકરના નિધનથી સર્જાયેલી ખાલીપો ક્યારેય ભરાશે નહીં. સલમાન ખાન પણ લતા મંગેશકરને યાદ કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લતા મંગેશકર નું ગીત ગાતો વીડિયો શેર કર્યો છે. 

 

સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આમાં તે લતા મંગેશકરનું ગીત 'લગ જા ગલે' ગાતો જોવા મળી રહ્યો છે.  આ વીડિયોની સાથે સલમાન ખાને લખ્યું છે કે, લતાજી જેવું કોઈ નહોતું અને ક્યારેય કોઈ હશે નહીં.આ પહેલા સલમાન ખાને લતા મંગેશકરના નિધનના દિવસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. તેણે લતા મંગેશકર સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી છે. સલમાન ખાને આ તસવીર સાથે લખ્યું, 'તમે અમારી નાઇટિંગેલને ખૂબ જ મિસ કરશો. પરંતુ તમારો અવાજ હંમેશા અમારી સાથે રહેશે. રેસ્ટ ઈન પીસ લતાજી.

લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેણીને 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણી કોરોના અને ન્યુમોનિયાની સારવાર લઈ રહી હતી અને વેન્ટિલેટર પર હતી. લતા મંગેશકરની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો, પરંતુ તેમની તબિયત અચાનક બગડતાં તેમને બચાવી શકાયા ન હતા. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.લતા મંગેશકરના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્ન પર માતા હની ઈરાનીએ કર્યો ખુલાસો, ડિનર પર બોલાવીને કહી આ વાત; જાણો વિગત

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More