Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો

Salman Khan: સલમાન ખાન પર ભ્રામક જાહેરાતનો આરોપ, જેને લઈને કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, કોર્ટમાં 27 નવેમ્બરે સુનાવણી

by Zalak Parikh
Salman Khan Faces Legal Trouble Over Misleading Pan Masala Ad

News Continuous Bureau | Mumbai

Salman Khan: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. આ વખતે મામલો ફિલ્મ કે ઝઘડાનો નહીં, પરંતુ પાન મસાલાની જાહેરાતનો છે. રાજસ્થાનના કોટા કન્ઝ્યુમર કોર્ટ દ્વારા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપનીને નોટિસ મોકલવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આ જાહેરાત ભ્રામક છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Ek Deewane Ki Deewaniyat OTT: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે ‘એક દીવાને કી દીવાનીયત, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું અપડેટ

ફરિયાદકર્તા નો દાવો: “સલમાન પર કરોડો લોકોનો વિશ્વાસ”

ફરિયાદકર્તા,જે રાજસ્થાન હાઇકોર્ટના વકીલ અને BJP નેતા છે, એમનું કહેવું છે કે સલમાન ખાન કરોડો લોકોના આદર્શ છે. જ્યારે તેઓ કોઈ પ્રોડક્ટનો પ્રમોશન કરે છે, ત્યારે લોકો તેને વિના વિચાર સ્વીકારી લે છે. તેમણે દાવો કર્યો કે “કેસર-મિશ્રિત એલાયચી” અને “કેસર-મિશ્રિત પાન મસાલા” જેવા દાવા ભ્રામક છે, કારણ કે કેસર ની કિંમત લગભગ 4 લાખ પ્રતિ કિલો છે, અને  5ના પાઉચમાં તે શક્ય નથી.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


કોટા કન્ઝ્યુમર કોર્ટ  એ ફરિયાદને ગંભીરતાથી લઈ સલમાન ખાન અને કંપનીને નોટિસ મોકલ્યા છે. હવે આ કેસની આગામી સુનાવણી 27 નવેમ્બર 2025ના રોજ થશે. ફરિયાદમાં જણાવાયું છે કે આવા જાહેરાતો mouth cancer જેવી ગંભીર બીમારીઓ સાથે જોડાયેલા પાન મસાલા જેવી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.આ વિવાદ વચ્ચે હજુ સુધી સલમાન કે કંપની તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More