News Continuous Bureau | Mumbai
ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શો(TV reality Show) ‘બિગ બોસ ૧૬’ (Bigg Boss 16) આ વીકેન્ડથી શરૂ થવા જઈ રહ્યો છે. ૧ ઓક્ટોબરથી આ શો ટીવી ઈન્ડસ્ટ્રીમાં(TV Industry) ફરી ધમાલ મચાવશે. જાેકે, હજુ સુધી સ્પર્ધકો ની જાહેરાત કરવાની બાકી છે. શો શરૂ થતા પહેલા સલમાન ખાને(Salman Khan) મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી હતી અને નવી સિઝન માટે તેની ફી અંગેની અફવાઓ વિશે પણ વાત કરી હતી.
બિગ બોસની નવી સિઝન માટે સલમાનની ફીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આવામાં તેણે શોની પ્રેસ કોન્ફરન્સમાં ‘બિગ બોસ ૧’૬ના હોસ્ટે ૧૦૦૦ કરોડની તગડી ફી લીધી હોવાના દાવા કરતાં રિપોર્ટ્સ પર તંજ કસ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને શોના પ્રથમ સ્પર્ધક સાથે પણ રુબરુ કરાવ્યો હતો. મંગળવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાને ફી વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યુ હતુ કે, મને જીવનમાં આટલું ક્યારેય નહીં મળે. જાે મને આટલું મળશે તો હું ક્યારેય કામ નહીં કરું. મારો ઘણો ખર્ચો છે. જેમ કે, વકીલના. આવી અફવાઓને કારણે ઇનકમ ટેક્સના લોકો મને નોટિસ મોકલે છે, મને મળવા આવે છે. પછી તેણે ગંભીર થઈને કહ્યુ કે, '(મારી ફી) એટલી નથી. મારી ફી આ રકમના ૧/૪ ભાગ પણ નથી. આ દરમિયાન સલમાન ખાને શોના પ્રથમ સ્પર્ધકનો પરિચય કરાવ્યો, જે કઝાકિસ્તાની સિંગર અબ્દુ રોજિક છે. સલમાન ખાને અબ્દુ રોજિકના(Abdu Rojik) નામની જાહેરાત કરતાં જ કઝાકિસ્તાની(Kazakhstan) ગાયકે 'દબંગ'ના પ્રખ્યાત ડાયલોગ 'સ્વાગત નહીં કરોગે હમારા' સાથે એન્ટ્રી કરી હતી. ચહેરા પર સ્મિત સાથે અબ્દુ રોજિકે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યુ કે, "મને બિગ બોસના ઘરમાં જવાનું પસંદ છે… હું ખૂબ જ ઉત્સાહિત છું."
આ સમાચાર પણ વાંચો : રિયલ લાઈફમાં એકદમ બિન્દાસ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની આ એક્ટ્રેસ-ડૉક્ટર બનવા માંગતી હતી પરંતુ નસીબે બનાવી દીધી અભિનેત્રી
તમને જણાવી દઈએ કે આ વખતે આ સીઝન 12મું વર્ષ હશે જ્યારે ‘ટાઈગર 3(Tiger 3)’ એક્ટર સલમાન ખાન આ રિયાલિટી શોને હોસ્ટ કરશે. આ વિશે વાત કરતા સલમાને કહ્યું, “12 વર્ષ વીતી ગયા અને આ સમય ઘણો છે. મને પણ શો ગમે છે કારણ કે હું તેમાં ઘણી વસ્તુઓ શીખું છું, નવા લોકોને મળું છું. જ્યારે સ્પર્ધકો ખોટા પડે છે, ત્યારે તેમને સાચા માર્ગ પર લાવવાની અને ધમકાવનારને ધમકાવવાની એક અલગ જ મજા છે."