Site icon News Continuous Bureau

સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાળી’ સાથે જોડાયેલી મોટી જાહેરાત, 2023માં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022        

Join Our WhatsApp Community

મંગળવાર

સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાની જોડીએ બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. 'જીત', 'જુડવા', 'હર દિલ જો પ્યાર કરેગા', 'મુઝસે શાદી કરોગી' અને 'કિક' પછી હવે બંને 'કભી ઈદ કભી દિવાળી' લઈને આવી રહ્યા છે. ફિલ્મની તારીખ બુક થઈ ગઈ છે. સલમાન ખાન આવતા વર્ષે ઈદ પર ફરીથી ફેન્સને ગિફ્ટ આપવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ઈદ 2023માં રિલીઝ થશે. તેમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા પારિવારિક કોમેડી પર આધારિત છે.

 

દર વર્ષે સલમાન ઈદ પર પોતાની ફિલ્મની તારીખ અગાઉથી બુક કરી લે છે. રિપોર્ટ્સ અનુસાર, 'કભી ઈદ કભી દિવાળી' ફેબ્રુઆરીમાં ફ્લોર પર જશે. આ માટે મુંબઈમાં મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે કોરોનાને કારણે તેમાં વિલંબ થયો છે, પરંતુ ફિલ્મની ટીમ હવે શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે.ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની નવી રિલીઝ ડેટના સમાચાર શેર કર્યા અને લખ્યું, 'સલમાન ખાન-સાજિદ નડિયાદવાલા ઈદ 2023 પર આવી રહ્યા છે. સાજિદ નડિયાદવાલાની કભી ઈદ કભી દિવાળી, સલમાન ખાન અને પૂજા હેગડે અભિનીત ફિલ્મ ઈદ 2023 પર થિયેટરોમાં આવશે. તેનું નિર્દેશન ફરહાદ સામજી કરશે.

સ્વર કોકિલા લતા દીના સન્માનમાં રેલવે મંત્રીની મોટી જાહેરાત, સ્મારકની પણ ઉઠી માંગ; જાણો વિગત

સલમાન ખાનની ઘણી ફિલ્મો હાલમાં પાઇપલાઇનમાં છે. જેમાં 'ટાઈગર 3', 'કિક 2', 'નો એન્ટ્રી 2', 'દબંગ 4', 'બજરંગી ભાઈજાન'ની સિક્વલનો સમાવેશ થાય છે.

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version