News Continuous Bureau | Mumbai
Salman khan: ગઈકાલે મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ યોજાઈ હતી. આ મેચ ને લઈને દર્શકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે ન્યુઝીલેન્ડ સામે ની આ મેચ જીતી ને ફાઇનલ માં પોતાનું સ્થાન હાસિલ કર્યું છે. આ મેચ જોવા ઘણા સેલેબ્સ સ્ટેડિયમ માં પહોંચ્યા હતા. સેમિફાઇનલ મેચ ની અસર સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 ના કલેક્શન પર જોવા મળી હતી. સલમાન ખાન ની આ ફિલ્મ ને આર્થિક નુકસાન થયું હતું. આ ફિલ્મ ની કમાણી ચોથા દિવસે લગભગ અડધી થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાને તેના નાના ફેન્સ ને આપી સરપ્રાઈઝ,ટાઇગર 3 ના સ્ક્રીનિંગ માં બાળકો સાથે કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ
ટાઇગર 3 નું કલેક્શન
સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 દિવાળી ના દિવસે એટલેકે રવિવાર ના દિવસે રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને રિલીઝ થયે 4 દિવસ થઇ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મે પ્રથમ દિવસે 44.5 કરોડ રૂપિયા, બીજા દિવસે 59 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 44 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 22 કરોડ રૂપિયા (પ્રારંભિક અંદાજ) કલેક્શન કર્યું હતું. ફિલ્મે ચાર દિવસમાં લગભગ 169.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ટાઈગર 3 ના ચોથા દિવસના સત્તાવાર આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ પ્રારંભિક અંદાજમાં કમાણી શરૂઆતના દિવસે જેટલી હતી તેનાથી લગભગ અડધી થઇ છે.