News Continuous Bureau | Mumbai
Tiger 3: સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ટાઈગર 3’ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું એક્શનથી ભરપૂર ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોમાં ફિલ્મ વિશેની ઉત્તેજના વધારી દીધી છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો : Nayanthara: નયનતારા પર ચઢ્યો જવાન ની સફળતા નો ખુમાર, અભિનેત્રીએ કર્યો તેના મહેનતાણા માં ધરખમ વધારો, આગામી ફિલ્મ માટે કરી મોટી ફીની માંગ
ટાઇગર 3 ને મળ્યું UA સર્ટિફિકેટ
મીડિયા રિપોર્ટ મુબજ,ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી બે કલાક અને 33 મિનિટના રન ટાઈમ સાથે UA પ્રમાણપત્ર મળ્યું છે. ઉપરાંત, આ ફિલ્મ આ દિવાળીએ એટલે કે 12મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, જે ચાહકોને એડવાન્સ બુકિંગ કરવા માટે પૂરતો સમય આપશે. રિપોર્ટ્સ અનુસાર, ટાઇગર 3 નુંએડવાન્સ બુકિંગ 5 નવેમ્બર, 2023 થી શરૂ થશે. આ સિવાય ફિલ્મ સાથે જોડાયેલું બીજું અપડેટ સામે આવ્યું છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’નું ટીઝર પણ તેની સ્ક્રીનિંગ સાથે ઉમેરવામાં આવશે. અહેવાલો અનુસાર, ડંકી ના ટીઝરને ‘ટાઈગર 3’ની રિલીઝ સાથે જોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.