News Continuous Bureau | Mumbai
બોલિવુડ(Bollywood)ના 'દબંગ' એટલે કે સલમાન ખાન(Salman Khan)ને બંદૂકનું લાયસન્સ(Gun licence) મળી ગયું છે. અભિનેતાના પિતા સલીમ ખાન(Salim Khan)ને ધમકી ભર્યો પત્ર મળ્યા બાદ સલમાને પોતાની સુરક્ષા(security) માટે ગન લાઇસન્સ માટે અરજી કરી હતી. અભિનેતા સલમાન ખાન એ લાયસન્સ માટે અરજી કર્યા બાદ વેરિફિકેશન(varification) માટે 22 જુલાઈએ મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner)ની ઓફિસે પહોંચ્યો હતો. એવા પણ અહેવાલ છે કે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ અભિનેતાએ તેની સુરક્ષા વધારીને તેની કારને અપગ્રેડ કરી છે. તે હવે લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરશે, જે બુલેટપ્રુફ છે. સમાચાર અનુસાર, અભિનેતાને તેની કારમાં બખ્તરની સાથે બુલેટ પ્રુફ કાચ પણ છે. સલમાન ખાન હવે સફેદ રંગની બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરશે અને તેની સાથે સશસ્ત્ર સુરક્ષા ગાર્ડની ટુકડી પણ હશે.
ઉલ્લેખનીય છે કે ગત 5 જૂને સલમાન ખાન(Salman Khan)ના પિતા સલીમ ખાન(Salim Khan)ને ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં સલમાન ખાનની હાલત સિદ્ધુ મુસેવાલા(Siddhu Mussewala)ની જેમ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં દિલ્હી(Delhi)ની તિહાર જેલ(TiharJail)માં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ(Gangster Lawrence Bishnoi)નું નામ સામે આવી રહ્યું છે, જે બાદ મુંબઈ પોલીસે બિશ્નોઈની પૂછપરછ કરી. ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે(Mumbai Police) સલમાનની સુરક્ષા વધારી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : નાકમાં નથ અને માંગ ટીકા માં જોવા મળ્યો ઉર્ફી જાવેદનો સિઝલિંગ અવતાર-બ્લેક ટ્રાન્સપરન્ટ સાડી માં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર-જુઓ ફોટોગ્રાફ્સ
જોકે આ પહેલીવાર નથી જ્યારે સલમાનને ધમકી મળી હોય. 2018માં જ્યારે કાળિયાર શિકાર કેસ(Antelope hunting case)ની સુનાવણી ચાલી રહી હતી. બિશ્નોઈએ પછી અભિનેતાને ધમકી આપી કારણ કે તેમના સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે
