News Continuous Bureau | Mumbai
Salman khan threat: સલમાન ખાન ઘણા સમય થી બિશ્નોઇ ગેંગ ના નિશાના પર છે. જ્યારથી બાબા સિદ્દીક્કી ની હત્યા થઇ છે ત્યારથી બિશ્નોઇ ગેંગ એક્ટિવ થઇ છે. સલમાન ખાન ને સતત લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફ થી મારી નાખવાની ધમકી મળી રહી છે. હવે વધુ એક વખત સલમાન ખાન ના નામે લોરેન્સ ગેંગ તરફથી મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : The sabarmati report trailer: ધ સાબરમતી રિપોર્ટ નું દમદાર ટ્રેલર થયું રિલીઝ, પત્રકાર ની ભૂમિકા માં છવાયો વિક્રાંત મેસી
સલમાન ખાન ને મળી વધુ એક વખત ધમકી
મીડિયા રિપોર્ટ મુજબ આ ધમકી એક ગીતને લઈને આપવામાં આવી છે, જેમાં સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વિશે લખવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ગીત લખનાર વ્યક્તિને એક મહિનામાં મારી નાખવામાં આવશે. તે ગીતકારની હાલત એવી કરવામાં આવશે કે તે ફરીથી ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે. મુંબઈ પોલીસ
A threat message for Actor Salman Khan from the Lawrence Bishnoi gang was received at the Mumbai Traffic Control Room last night. A case has been registered against an unknown person by Worli Police. Investigation underway: Mumbai Police
— ANI (@ANI) November 8, 2024
મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાં સલમાન ખાન માટે એક મેસેજ આવ્યો હતો. વર્લી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં તપાસ ચાલી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)