Site icon

Salman khan: સલમાન ખાન નો હાથ થી લખેલો પત્ર થયો વાયરલ, આ ખાસ વ્યક્તિ માટે ભાઈજાન એ લખ્યો હતો લેટર

Salman khan: સલમાન ખાન નો હાથ થી લખેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર સલમાને ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' દરમિયાન લખ્યો હતો.આ પત્ર ની હેન્ડરાઇટિંગ જોઈ ચાહકો ભાઈજાન ના વખાણ કરી રહ્યા છે.

salman khan hand written letter for fan goes viral

salman khan hand written letter for fan goes viral

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાને ફિલ્મ બીવી હો તો ઐસી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી પરંતુ તેને હીરી તરીકે ની અસલી ઓળખ 1989માં રિલીઝ થયેલી સૂરજ બડજાત્યાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી મળી. આ ફિલ્મે સલમાન ખાન અને ભાગ્યશ્રીને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. હાલમાં જ સલમાન દ્વારા લખાયેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલમાને આ પત્ર કોઈ ખાસ માટે લખ્યો હતો.આ પત્ર વર્ષ 1990 માં લખવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ragini khanna: રાગિણી ખન્ના એ પોતાનો ધર્મ બદલવા ના નિવેદન પર તોડ્યું મૌન, ગોવિંદા ની ભાણી એ જણાવી હકીકત

સલમાન ખાન નો પત્ર થયો વાયરલ 

સલમાન ખાન નો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં લખેલું છે કે,  ‘અહી એક નાની વાત છે જે હું ઈચ્છું છું કે તમે લોકો મારા વિશે જાણો. મને સ્વીકારવા અને મારા પ્રશંસક બનવા બદલ સૌ પ્રથમ તમારો આભાર. હું મારી યોગ્યતા મુજબ સારી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે હવે હું જે પણ કરીશ તેની સરખામણી ‘મૈંને પ્યાર કિયા’ સાથે કરવામાં આવશે. તેથી જ્યારે પણ તમે કોઈ જાહેરાત સાંભળો, ત્યારે ખાતરી રાખો કે તે એક સારી ફિલ્મ હશે અને હું તેને મારુ 100% આપીશ. હું તમને પ્રેમ કરું છું અને હું આશા રાખું છું કે તમે મને પ્રેમ કરતા રહેશો કારણ કે જે દિવસે તમે મને પ્રેમ કરવાનું બંધ કરશો, હું મારી ફિલ્મો જોવાનું બંધ કરીશ અને તે મારી કારકિર્દીનો અંત હશે. ‘


સલમાન ખાનના હસ્તાક્ષરમાં લખાયેલો આ ખાસ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર સલમાન ખાને પોતાના એક ખાસ ફેન માટે લખ્યો હતો. ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ 29 ડિસેમ્બર 1989ના રોજ રીલિઝ થઈ હતી. સલમાને પોતે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થયાના ચાર મહિના પછી 1990માં પોતાના ફેન્સને આ પત્ર લખ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version