News Continuous Bureau | Mumbai
બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે પોતાના કાર કલેક્શનમાં એક નવું બુલેટ પ્રૂફ વાહન ઉમેર્યું છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને આ દિવસોમાં એક પછી એક ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં જ અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ પણ મળ્યો હતો. જે બાદ અભિનેતાની મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી હતી. આ દરમિયાન સલમાન ખાને નવી બુલેટફ્રુટ કાર ખરીદી છે, જે વિદેશથી આયાત કરવામાં આવી છે. સલમાને પોતાના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવીનો ઉમેરો કર્યો છે. હાલમાં આ વાહન ભારતીય બજારમાં લોન્ચ પણ કરવામાં આવ્યું નથી.
સલમાન ખાને ખરીદી બુલેટપ્રુફ કાર
સલમાન ખાને તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. થોડા દિવસો પહેલા સલમાન ખાનને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. આ કેસમાં ગેંગસ્ટાર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. સલમાને દક્ષિણ એશિયાના બજારમાં સૌથી લોકપ્રિય અને મોંઘી એસયુવી પૈકીની એક નિસાન પેટ્રોલ એસયુવીની આયાત કરી છે. આ બુલેટપ્રૂફ વાહનની ખાસિયત એ છે કે તે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે. સલમાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.નિસાન પેટ્રોલ એસયુવી સિવાય, સલમાન ખાન પાસે ઓડી એ8, મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ, લેક્સસ એલએક્સ 470, પોર્શે કેયેન, ઓડી આરએસ 7 અને મર્સિડીઝ બેન્ઝ જીએલ-ક્લાસ જેવી ઘણી મોંઘી કાર છે. જેમાં સલમાન ઘણીવાર જોવા મળે છે.
Amid Death Threats, Salman Khan Imports Nissan’s Most Expensive SUV Bulletproof car, the Nissan Patrol is the flagship SUV that the Japanese manufacturer produces but does not sell in India. #SalmanKhan #salmankhanbulletproofcar #सलमानखान pic.twitter.com/7OB9vfAlUG
— Namrata Dubey (@namrata_INDIATV) April 7, 2023
સલમાન ખાનની ફિલ્મો
સલમાન ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આ વર્ષે ઈદના ખાસ અવસર પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ગીતો અને ટીઝરમાં સાઉથની ફિલ્મોનો મિજાજ જોવા મળી રહ્યો છે. શહનાઝ ગિલ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.