News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઇગર 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ ગઈ છે. ચાહકો આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. ‘ટાઈગર 3’ એ માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હવે આ દરમિયાન સલમાન ખાન તેના ચાહકો ને મળવા થિયેટર માં પહોચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
ટાઇગર 3 ની સ્ક્રીનિંગ માં પહોંચ્યો સલમાન ખાન
સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થઇ ગઈ છે. રિલીઝ ના 3 દિવસ બાદ સલમાન ખાન તેના સ્ક્રીનિંગ વખતે થિયેટર માં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન તેના નાના ફેન્સ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
View this post on Instagram
ટાઇગર 3 ની સ્ક્રીનિંગ વખતે સલમાન ખાને તેના નાના ફેન્સ સાથે વાતો પણ કરી હતી અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી. આ વાયરલ થયેલા વિડીયો માં સલમાન ખાન અને તેના નાના ફેન્સ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ટાઇગર 3 એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે. આ ફિલ્મ માં શાહરુખ ખાન અને રિતિક રોશન કેમિયો કરતા જોવા મળ્યા હતા .
આ સમાચાર પણ વાંચો: Tiger 3: ટાઇગર 3 ના સ્ક્રિનિંગ દરમિયાન થિયેટરમાં ફટાકડા ફોડવા બદલ પોલીસે કરી આ કાર્યવાહી, સલમાન ખાને પણ ચાહકો ને આપી આ સલાહ