Site icon

Salman khan: સલમાન ખાન ને મારવા નહીં આ ઈરાદો લઈને ભાઈજાન ના ઘરે આવ્યા હતા શુટર, ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યો આરોપીઓનો પ્લાન

Salman khan: સલમાન ખાન ના ઘરે થયેલા ગોળીબારમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે.હવે ક્રાઇમ બ્રાન્ચે આ કરવા પાછળ શૂટર નો શું ઈરાદો હતો તે જણાવ્યું છે.

salman khan mumbai crime branch revealed real intention of shooters

salman khan mumbai crime branch revealed real intention of shooters

 News Continuous Bureau | Mumbai 

Salman khan: રવિવારે વહેલી સવારે સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે અજાણ્યા વ્યક્તિ એ ગોળીબાર કર્યો હતો.આ ઘટના બાદ સલમાન ખાન ની સુરક્ષા માં વધારો કરી દેવામાં આવ્યો છે.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલે કથિત રીતે આ ઘટનાની જવાબદારી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ બે આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી.હવે આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan House Firing: છેલ્લા ૬ વર્ષથી સલમાન ટાર્ગેટ પર છે. એક દબંગ અભિનેતાને તેની જ સ્ટાઇલથી અન્ડરવલ્ડે દબાવ્યો

સલમાન ખાન ને મારવાનો નહોતો આરોપી નો ઈરાદો 

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, ‘આરોપીઓએ પનવેલમાં સલમાન ખાનનું ફાર્મહાઉસ પણ રેકી કર્યું હતું. તેનો ઈરાદો માત્ર તેને ડરાવવાનો હતો અને તેને મારવાનો નહોતો. બિહારમાં બંને આરોપીઓના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી લગભગ 7 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, કાર્યવાહી ચાલુ છે.’


આ અગાઉ એક વરિષ્ઠ પોલીસ અધિકારી એ મીડિયા ને જણાવ્યું હતું  કે,’ઘટનાને અંજામ આપતા પહેલા બે લોકોએ અભિનેતાના ઘરની આસપાસ ત્રણ વખત તપાસ કરી હતી. બંને આરોપીઓની ઓળખ બિહારના રહેવાસી વિકી ગુપ્તા (24 વર્ષ) અને સાગર પાલ (21 વર્ષ) તરીકે થઈ છે. રવિવારે સવારે બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ બંને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ બંને આરોપીઓ સોમવારે મોડી રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના માતા નો મઢ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.’’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ
Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી
Exit mobile version