News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન ને થોડા સમય પહેલા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે કેનેડામાં અભિનેતા-ગાયક ગિપ્પી ગ્રેવાલના ઘરે સલમાન ખાન સાથેના તેના ગાઢ સંબંધોના કારણે હુમલો થયો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા પાછળનું કારણ સલમાન ખાન સાથેની તેની નિકટતા હોવાનું કહ્યું તે પછી સલમાન ખાનને ફરીથી ધમકીઓ આપવામાં આવી છે, તેથી મંગળવારે મુંબઈ પોલીસે સલમાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ માટે અભિનેતાને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
સલમાન ખાન ને મળી ધમકી
આ મામલે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ધમકીના પગલે અભિનેતાની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી જેથી કરીને કોઈ છટકબારી ન રહે. અમે તેમનો સંપર્ક પણ કર્યો છે, અને તેમને સતર્ક રહેવા કહ્યું છે, અને તેમની સુરક્ષાને લગતી કેટલીક બાબતો પર ચર્ચા કરી છે. આ પહેલા લોરેન્સ બિશ્નોઈના નામના ફેસબુક એકાઉન્ટે કેનેડામાં ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલાની જવાબદારી લીધી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘સલમાન ખાન સાથેના તમારા નજીકના સંબંધો તમારું રક્ષણ નહીં કરે. હવે તમારા ‘ભાઈ’ માટે પગલું ભરવા અને તમારું રક્ષણ કરવાનો સમય આવી ગયો છે. આ સંદેશ સલમાન ખાન માટે પણ છે – દાઉદ ઇબ્રાહિમ તમને અમારી પહોંચથી બચાવી શકે છે તે વિચારીને મૂર્ખ ન બનો. તમને કોઈ બચાવી શકશે નહીં. સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુ પર તમારી બનાવટી પ્રતિક્રિયા પર કોઈ નું ધ્યાન બહારનથી ગયું. તમે તેના પાત્ર અને તેના ગુનાહિત સંબંધોથી સારી રીતે વાકેફ હતા.’
આ સમાચાર પણ વાંચોઃ Orry: ઓરી ને સેલેબ્રીટી સાથે ફોટો પાડવાના મળે છે અધધ આટલા રૂપિયા, સલમાન ખાન ને પણ જાણી ને લાગી નવાઈ
તેમને આ વાત ને આગળ વધારતા કહ્યું,’જ્યાં સુધી વિકી મિદુખેડા જીવતો હતો ત્યાં સુધી તમે હંમેશા તેની આસપાસ ફરતા હતા અને પછીથી તમે સિદ્ધુનો વધુ શોક કર્યો હતો. તમે પણ હવે અમારા રડાર પર છો, અને હવે તમે જોશો કે છેતરવાનો અર્થ શું છે. આ માત્ર ટ્રેલર હતું. સંપૂર્ણ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. કોઈ પણ દેશમાં ભાગી જાઓ પણ યાદ રાખો મૃત્યુને કોઈ વિઝાની જરૂર નથી, તે જ્યાં આવવાનું છે ત્યાં આવશે.’ લોરેન્સ બિશ્નોઈના મેસેજ બાદ ગિપ્પી ગ્રેવાલે સ્પષ્ટતા કરી હતી કે સલમાન ખાન સાથે તેનો કોઈ ગાઢ સંબંધ નથી.