Salman khan: માતા સલમા ખાન પર પ્રેમ લૂંટાવતો જોવા મળ્યો સલમાન ખાન, અર્પિતા ના બાળકો એ મામા ને ખવડાવી આ વસ્તુ, વિડીયો થયો વાયરલ

Salman khan: સલમાન ખાન માટે તેના પરિવાર થી વધુ કઈ નથી. તે પોતાના વ્યસ્ત શિડ્યુલ માંથી પોતાના પરિવાર માટે સમય કાઢતો રહે છે. હાલમાં જ સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન પોતાની માતા સલમા ને વારંવાર ચુંબન કરતો જોવા મળી રહ્યો છે.

by Zalak Parikh
salman khan showered love on his mother salma khan

News Continuous Bureau | Mumbai 

Salman khan: સલમાન ખાન બોલિવૂડ નો સફળ અભિનેતા માનો એક છે. સલમાન ખાન પાસે હાલ ઘણા પ્રોજેક્ટ છે. તે તેના પ્રોજેક્ટ માં ખુબ વ્યસ્ત છે. ગમે તેટલો વ્યસ્ત હોવા છતાં સલમાન ખાન તેના પરિવાર માટે સમય કાઢતો હોય છે. તે ઘણી વાર પોતાના પરિવાર સાથે જોવા મળતો હોય છે. હવે સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની માતા સલમા ખાન પર પ્રેમ વરસાવી રહ્યો છે. તેમજ અર્પિતા ના બાળકો પણ મામા પર પ્રેમ વરસાવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Shiv thakare Abdu rozik: ઇડીની રડાર પર આવ્યા શિવ ઠાકરે અને અબ્દુ રોઝીક, બિગ બોસ 16 સ્પર્ધક ને મળ્યા ઇડી ના સમન્સ, આ મામલે થશે બંને ની પૂછતાછ

સલમાન ખાન નો વિડીયો 

સેલિબ્રિટી ક્રિકેટ લીગની 10મી સીઝન માં સલમાન ખાન તેના આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો.આ પ્રસંગ નો વિડીયો સલમાન ખાને શેર કર્યો હતો. આ વીડિયો માં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન સ્ટાઇલ થી  સ્ટેડિયમમાં એન્ટ્રી કરી રહ્યો છે.ત્યારબાદ તે તેની માતા ને કિસ કરતો જોવા મળે છે. તેમજ તેની માતા પણ સલમાન પર પ્રેમ વરસાવી રહી છે. બાદમાં સલમાન અર્પિતા ના બાળકો સાથે વાતો કરતો જોવા મળે છે છે અને અર્પિતા ના બાળકો મામા સલમાન ખાન ને ફ્રેન્ચ ફ્રાઈસ ખવડાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)


સલમાન ખાનના આ વીડિયો પર ચાહકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More