Site icon

કરિના કપૂર બાદ હવે સલમાન ખાન ના ઘરે પહોંચ્યો કોરોના, આ ખાસ વ્યક્તિ થઈ કોવિડ પોઝિટિવ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

બુધવાર  

 

કોરોના ફરી એકવાર પોતાના પગ ફેલાવી રહ્યો છે. હાલમાં જ કરીના કપૂર અને અમૃતા અરોરાને કોરોના થયો હતો, જેના પછી હવે બોલીવુડના કોરિડોરમાંથી ઘણા નામો સામે આવી રહ્યા છે, જેમને કોરોના થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોરોનાનો કહેર હવે સલમાન ખાનના ઘરે પહોંચી ગયો છે અને ઘરનો એક ખાસ સભ્ય આ વાયરસની ઝપેટમાં આવી ગયો છે. દેશભરમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. હાલમાં જ  કરીના કપૂર અને અમૃતા અરોરાના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. હવે એવા અહેવાલ છે કે સોહેલ ખાન અને સંજય કપૂરની પત્નીઓ એટલે કે સીમા ખાન અને મહિપ કપૂર પણ કોવિડ 19નો શિકાર બની છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા ખાનની ઘરે સારવાર ચાલી રહી છે. તેમજ, સંજય કપૂરે પણ તેની પત્નીને કોરોના હોવાના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું- હા, મહિપને કોરોના થયો છે પરંતુ તેનામાં સૂક્ષ્મ  લક્ષણો છે. તેણીએ પોતાને અલગ કરી લીઘી છે અને સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.સીમા ખાન અને મહિપ કપૂર વચ્ચે ગાઢ મિત્રતા છે. બંને ઘણીવાર સાથે પાર્ટી એન્જોય કરતી  જોવા મળે છે. આટલું જ નહીં, ગયા વર્ષે નેટફ્લિક્સ માટે કરણ જોહરે બનાવેલી સીરિઝ 'ફેબ્યુલસ લાઈફ ઓફ બોલિવૂડ વાઈફ'માં બંને અન્ય મિત્રો સાથે જોવા મળ્યા હતા. બંને બિઝનેસ વુમન છે અને મુંબઈમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.

બોલિવૂડની આ બે મોટી અભિનેત્રીઓ થઇ કોરોના પોઝિટિવ, સુપર સ્પ્રેડર હોવાની છે શક્યતા ; જાણો વિગત

સીમા-મહીપ પહેલા કરીના અને અમૃતાના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર હતા. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું- ‘હું કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ મેં મારી જાતને અલગ કરી લીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી રહી  છું. હું તે તમામ લોકોને વિનંતી કરું છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેમનો કોવિડ ટેસ્ટ કરાવવા. મારા પરિવાર અને મારા સ્ટાફને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે. હાલમાં તેમાંથી કોઈને કોઈ લક્ષણો નથી. સદભાગ્યે હું સારું અનુભવું છું અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈશ.’

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version