Site icon

પહેલી વખત સલમાન ખાને પોતાના અંગત જીવન વિશે વાત કરી, કહ્યું : આ વ્યક્તિ સાથે લાંબા સમય સુધી મારું રિલેશન હતું; પણ લગ્ન ના થઈ શક્યાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર 

લોકો સલમાન ખાનના સંબંધો વિશે જાણીને ખૂબ જ ઉત્સાહિત થશે. અનેક ફિલ્મી અભિનેત્રીઓ સાથે તેનો સંબંધ જોડાયેલો છે. તેના ચાહકો ઘણી વાર તેનાં લગ્ન વિશે પ્રશ્નો પૂછે છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે તે પોતે જ તેની લવ લાઇફની મજાક ઉડાવે છે. બૉલિવુડના ભાઈજાને તાજેતરમાં જ પોતાના સૌથી લાંબા સંબંધને સૌની સમક્ષ જણાવ્યો હતો. એટલું જ નહીં, તેણે કહ્યું કે આજે પણ તેની વચ્ચે સમાનતા એ છે કે બંનેએ હજુ સુધી લગ્ન કર્યાં નથી.

Join Our WhatsApp Community

સલમાન ખાનની પ્રેમ કહાનીઓ જાણીતી છે, પરંતુ અભિનેતાએ હવે જાહેર કરેલા સંબંધો વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. સલમાન જલદી જ ટીવીનો સૌથી મોટો લોકપ્રિય શો 'બિગ બૉસ 15' હોસ્ટ કરતો જોવા મળશે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશમાં આ શોને લઈને એક પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભાઈજાને પણ ભાગ લીધો હતો. અહીં તેણે પોતાનો સૌથી લાંબો સંબંધ જાહેર કર્યો.

સલમાન ખાને કહ્યું કે “એકમાત્ર ‘બિગ બૉસ’ મારો એવો સંબંધ છે કે જે  સૌથી લાંબા સમય સુધી ચાલ્યો છે. બાકી મારા સંબંધ વિશેની વાત છોડી દો, તેને જવા દો. ‘બિગ બૉસ’ એકમાત્ર એવો સંબંધ છે જે મારા જીવનમાં કાયમી રહ્યો છે. સલમાને પોતાની અને ‘બિગ બૉસ’ની સામ્યતા વર્ણવતાં કહ્યું કે ‘બિગ બૉસ’ અને મારા વચ્ચે સમાનતા એ છે કે અમારા બંનેનાં લગ્ન હજુ થયાં નથી. એટલા માટે આપણે કોઈ પણ ડર વગર પોતાની જાતને બૉસ માનીએ છીએ.”

સલમાન ખાને વધુમાં કહ્યું, “એકમાત્ર ‘બિગ બૉસ’ સાથે મારો સંબંધ કદાચ એવો છે જે આટલો લાંબો સમય ટક્યો છે. કેટલાક સંબંધો, હવે હું શું કહું, તેમને રહેવા દો. પરંતુ ‘બિગ બૉસ’એ મારા જીવનમાં સ્થિરતા લાવી. જોકે કેટલીક વાર અમે તે 4 મહિના માટે અમારી નજરથી નજર મેળવીને વાત કરતા  નથી, પરંતુ જ્યારે અમે સિઝનના અંતે અલગ થઈએ છીએ ત્યારે અમે ફરીથી મળવાની રાહ જોઈએ છીએ.”

મૃત્યુ પછી પણ કરોડો રૂપિયાની સંપત્તિ મૂકતી ગઈ છે આ અભિનેત્રીઓ 

ઉલ્લેખનીય છે કે ‘બિગ બૉસ 15’ની આ પ્રેસ મીટમાં બે સ્પર્ધકોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમાંથી એક અસીમ રિયાઝનો ભાઈ ઉમર રિયાઝ છે અને બીજી અભિનેત્રી ડોનલ બિષ્ટ પણ આ શોનો ભાગ બનશે. બંનેએ વીડિયો કૉલ દ્વારા આ પ્રેસ મીટમાં હાજરી આપી હતી.

આ વખતે ‘બિગ બૉસ 15’ની થીમ પણ ઘણી ખાસ છે. સલમાન ખાનના આ શોની થીમ જંગલ આધારિત છે. તમામ સ્પર્ધકો 250 કૅમેરા વચ્ચે હશે. એવા અહેવાલો પણ છે કે આ વખતે શો 5 મહિના સુધી ચાલી શકે છે. પ્રેસ મીટ દરમિયાન સલમાન ખાને કહ્યું, “જંગલમાં મંગલ કે જંગલમાં હુલ્લડ. હું હસતા ચહેરાઓ જોવા માગું છું, ઝઘડાઓને મર્યાદિત કરું છું, થોડો રોમાન્સ અને રમત કેવી રીતે રમવી. હું કેટલાક લોકોને પોતાના માટે અને કેટલાક લોકોને તેમના પ્રિયજનો માટે લડતા જોવા માગું છું.”

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version