Site icon

Salman Khan Threat : અભિનેતા સલમાન ખાનને ફરી મળી ધમકી, કહ્યું-‘ધમકીને હલકામાં ન લેવી, બાબા સિદ્દીકી જેવા થશે હાલ’, સાથે કરી આ માંગ..

Salman Khan Threat : બાબા સિદ્દીકીની હત્યાના છ દિવસ બાદ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને વોટ્સએપ મેસેજ દ્વારા મોકલવામાં આવી છે. બદમાશોએ પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો છે.

Salman Khan Threat Salman Khan Gets Fresh Threat Pay Rs 5 Crore To End Enmity With Bishnoi

Salman Khan Threat Salman Khan Gets Fresh Threat Pay Rs 5 Crore To End Enmity With Bishnoi

News Continuous Bureau | Mumbai

Salman Khan Threat : બાબા સિદ્દીકીના મૃત્યુ બાદ સલમાન ખાનનો જીવ જોખમમાં છે. દરમિયાન બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ટ્રાફિક કંટ્રોલને મોકલવામાં આવેલા મેસેજમાં ધમકી લખેલી જોવા મળી હતી. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે.

Join Our WhatsApp Community

Salman Khan Threat :  મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો

મીડિયા રિપોર્ટ મુજબ  મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ મેસેજ ખુદ લોરેન્સ બિશ્નોઈની ગેંગના નજીકના સહયોગીએ મોકલ્યો છે. જેમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે તેને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. આ સાથે આ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની ખતમ કરવા માટે ભાઈજાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.

Salman Khan Threat : દુશ્મનીનો અંત લાવવા અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ

અહેવાલો મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તે સલમાન અને લોરેન્સ ગેંગ વચ્ચે સમાધાન કરાવશે, જેના માટે તેણે પૈસા માંગ્યા છે અને ચેતવણી આપી છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

Salman Khan Threat : બાબા સિદ્દીકીની હત્યા બાદ મળેલી ધમકી

મહત્વનું છે કે સલમાન ખાનને આ ધમકી એવા સમયે મળી છે જ્યારે તાજેતરમાં જ દશેરાના દિવસે તેના નજીકના મિત્ર અને એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. હવે સલમાન ખાનની આ ધમકી બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Baba Siddique murder : બાબા સિદ્દીકીની હત્યામાં ઓસ્ટ્રેલિયા-તુર્કી કનેક્શનનો ખુલાસો… બધું પહેલેથી જ પ્લાનિંગ હતું, સત્ય જાણીને પોલીસ પણ ચોંકી ગઈ..

Salman Khan Threat : સલમાન ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી 

જણાવી દઈએ કે તાજેતરમાં જ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને હવે Y+ સુરક્ષા આપવામાં આવી છે. ત્યારપછી તેમની સુરક્ષા માટે લગભગ 25 સુરક્ષાકર્મીઓ રોકાશે. જેમાં લગભગ 2 થી 4 NSG કમાન્ડો અને પોલીસ સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. આ સિવાય બે થી ત્રણ વાહનો તેમની સાથે રહેશે જેમાં બુલેટ પ્રુફ વાહન પણ હશે.

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત
Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત
Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા
Exit mobile version