ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ 1 ડિસેમ્બર 2021
બુધવાર
બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાને તેના જીજા આયુષ શર્માને ફરી બોલિવૂડમાં લોન્ચ કર્યો છે.આ ફિલ્મમાં પહેલીવાર સલમાન ખાન આયુષની જોડી જોવા મળી રહી છે. તો અભિનેત્રી મહિમા મકવાણાએ પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. સલમાન ખાન પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે.સોશિયલ મીડિયાથી લઈને ઈવેન્ટમાં જવા સુધી સલમાન પોતાના ફેન્સ સુધી વધુમાં વધુ પહોંચવા ઈચ્છે છે જેથી ફિલ્મ 'અંતિમ' ને તેનો સીધો ફાયદો મળે. આ ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યો હતો, જ્યાં તે ગાંધી આશ્રમ ગયો હતો.
વાસ્તવમાં, સલમાન ખાનના ગાંધી આશ્રમમાંથી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે આશ્રમમાં બેસીને ચરખો ચલાવતો જોવા મળે છે.આ દરમિયાન સલમાન ગ્રીન ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો.સલમાન ખાન આ આશ્રમમાં લગભગ 15 મિનિટ રોકાયો હતો. અહીં અભિનેતાનું ખૂબ જ પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં સલમાન ખાન ને કપાસ નો હાર પહેરાવવામાં આવ્યો હતો. તેમજ, અભિનેતાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા.આટલું જ નહીં, ગાંધી આશ્રમ આવ્યા બાદ સલમાને વિઝિટર બુકમાં એક ખાસ સંદેશ પણ લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે આ ક્ષણને ક્યારેય ભૂલી નહીં શકે.સલમાન ખાને લખ્યું, 'મને અહીં આવવું ગમ્યું, આ ક્ષણ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું પહેલી વાર અહીં આવી રહ્યો છું . મને ફરીથી આ આશ્રમની મુલાકાત લેવાનું ગમશે.’દેશના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક રીતે સમૃદ્ધ અને મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એકની મુલાકાત લેવાની તક મળતાં સલમાન ખુશ જણાતો હતો.
અંતિમમાં સલમાન ખાન પોતાના છેલ્લા રોલમાં નર્વસ હતા
સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થયાને પાંચ દિવસ થઈ ગયા છે અને આ પાંચ દિવસમાં ફિલ્મે 21 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા બે દિવસમાં વધારે કમાણી કરી ન હતી પરંતુ રવિવાર અને સોમવારે ફિલ્મે સારી કમાણી કરી હતી.