Salman Khan Ramp Walk: ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસના શોમાં સલમાન ખાને લગાવી રેમ્પ પર આગ, બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો ભાઈજાન નો રોયલ લુક

Salman Khan Ramp Walk: ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસના શોમાં સલમાન ખાન શોસ્ટોપર તરીકે એન્ટ્રી કરી હતી. સલમાન ના લુક અને સુરક્ષા બંને ચર્ચામાં

by Zalak Parikh
Salman Khan Walks the Ramp in Royal Black Sherwani at Vikram Phadnis’ Fashion Show

News Continuous Bureau | Mumbai

Salman Khan Ramp Walk: બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ને રેમ્પ પર જોવું એ રેર હોય છે, પણ જ્યારે તે આવે છે ત્યારે એ ક્ષણ યાદગાર બની જાય છે. ડિઝાઇનર વિક્રમ ફડનીસ ના 35 વર્ષના ફેશન કરિયરનો જશ્ન મનાવવા માટે મુંબઈમાં યોજાયેલા ગ્રાન્ડ ફેશન શોમાં સલમાન શોસ્ટોપર તરીકે એન્ટ્રી કરી હતી.. બ્લેક શેરવાની અને રોયલ અંદાજમાં તેને રોયલ લુક માં રેમ્પ વોક કરીને લોકો ના દિલ જીતી લીધા હતા. 

આ સમાચાર પણ વાંચો : Poison Baby: સોશિયલ મીડિયા પર છવાયું થામા નું નવું ગીત પોઇઝન બેબી, મલાઈકા ના ડાન્સ મૂવ્સ એ જીત્યા ચાહકો ના દિલ

વિન્ટેજ ઇન્ડિયા થીમ પર શો, સલમાનનો શાનદાર અંદાજ

વિન્ટેજ ઇન્ડિયા થીમ પર આધારિત આ શોમાં 100 મોડલ્સે ભારતીય એસ્થેટિક્સથી પ્રેરિત ડિઝાઇન્સ રજૂ કર્યા. સલમાન ખાન રેમ્પ પર એન્ટ્રી કરી ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે તેના આત્મવિશ્વાસ અને શોભા જોઈને લોકો દંગ રહી ગયા.સલમાન ખાન બ્લેક કલરના કુરતા-પાયજામા અને લાંબી શેરવાની જેકેટમાં જોવા મળ્યો. આ શેરવાનીમાં ગોલ્ડન અને મરૂન રંગની ફૂલોની હેન્ડ એમ્બ્રોઇડરી હતી, જે વિક્રમ ફડનીસના સિગ્નેચર ડિઝાઇનને દર્શાવે છે. બ્લેક લેધર શૂઝ અને સ્લીક હેરસ્ટાઈલ સાથે તેનો લુક સંપૂર્ણ લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


સલમાનના રેમ્પ વોક દરમિયાન તેની સુરક્ષા ટીમ પણ સ્ટેજની બાજુમાં હાજર રહી, જે ફેશન શોમાં એક અસામાન્ય દ્રશ્ય હતું. સલમાનના ઘરના બહાર થયેલી ગોળીબારી અને ધમકીઓના કારણે તેની સુરક્ષા વધારવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More