News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાને નિર્દેશક કબીર ખાન સાથે એક થા ટાઈગર અને બજરંગી ભાઈજાન જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સલમાન ખાન અને કબીર ખાન ના ફેન્સ માટે છે. કબીર ખાન ની આગામી ફિલ્મ બબ્બર શેર ને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન કબીર સિંહ ની આગામી ફિલ્મ બબ્બર શેર માં જોવા મળી શકે છે.
કબીર ખાને આપી સલમાન ખાન ને સ્ક્રિપ્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કબીર ખાને સલમાન ખાનને એક સ્ક્રિપ્ટ આપી છે. કબીર ખાન ની આ ફિલ્મ નું નામ બબ્બર શેર છે. અને કબીર ખાન પ્રમાણે આ ફિલ્મ માટે સલમાન ખાન જ યોગ્ય પાત્ર છે.આ સંદર્ભે કબીર ખાન સલમાનને ઘણી વખત મળી ચૂક્યા છે કબીરે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સલમાન સાથે મીટિંગ કરી હતી. કબીરે સલમાન ખાન ને જણાવ્યું હતું કે તે જાન્યુઆરીના અંત સુધીમાં સંપૂર્ણ સ્ક્રિપ્ટ સાથે પરત ફરશે.
આ સમાચાર પણ વાંચો : Arhaan khan: અરહાન ખાન ફરી આવ્યો ચર્ચામાં, આ સ્ટારકિડ સાથે ના લિંકઅપ ના સમાચાર થયા વહેતા, જુઓ વિડિયો
મીડિયા રિપોર્ટ મુજબ સલમાન અને કબીર આગામી 45 દિવસમાં ‘બબ્બર શેર’ અંગે નિર્ણય લઈ શકે છે.જો સલમાન ખાન આ ફિલ્મ માટે હા પડશે તો આ તેની કબીર ખાન સાથેની ચોથી ફિલ્મ હશે.