Site icon

Samantha ruth prabhu: સમંથા રૂથ પ્રભુના લગ્ન પર વિવાદ! રાજ નિદિમોરુના પહેલા લગ્નના નથી થયા છૂટાછેડા? એક્સ વાઇફની સહેલીએ લગાવ્યો ગંભીર આરોપ.

Samantha ruth prabhu: સમંથા રૂથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુએ 1 ડિસેમ્બરના રોજ બીજા લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરી છે. જોકે હવે ફિલ્મમેકરની એક્સ વાઇફની મિત્રએ કંઈક એવો દાવો કર્યો છે, જેના પછી બંનેના લગ્ન સવાલોના ઘેરામાં છે.

Samantha second husband Raj is already married, has he not divorced his first wife Claim by EX wife's friend

Samantha second husband Raj is already married, has he not divorced his first wife Claim by EX wife's friend

News Continuous Bureau | Mumbai

 Samantha ruth prabhu: સમંથા રૂથ પ્રભુએ બોયફ્રેન્ડ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ સંગ ગુપ્ત રીતે લગ્ન કરીને દરેકને હેરાન કરી દીધા. કપલે 1 ડિસેમ્બરના રોજ કોઇમ્બતૂર સ્થિત ઇશા યોગ સેન્ટરના લિંગ ભૈરવી મંદિરમાં સાદગીથી લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરી. લગ્ન પછી બંનેએ તસવીરો શેર કરીને ગુડન્યૂઝ આપી. સોશિયલ મીડિયા પર તેમની વેડિંગ ફોટોઝ છવાયેલી છે. જોકે હવે કપલના લગ્ન સવાલોના ઘેરામાં છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra last days: ધર્મેન્દ્રની ગંભીર બીમારી, ઘરે ICU બનાવવાથી લઈને ૧૨ દિવસ હોસ્પિટલમાં રહેવા સુધીનો ઘટનાક્રમ

સમંથા-રાજ ના સંબંધમાં આવ્યો નવો ટ્વિસ્ટ

ખાસ વાત એ છે કે રાજ અને સમંથા બંનેના આ બીજા લગ્ન છે. સમંથાના પહેલા લગ્ન એક્ટર નાગા ચૈતન્ય સંગ થયા હતા. પછી 4 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. વળી, રાજના પહેલા લગ્ન શ્યામાલી ડે સાથે થયા હતા. જોકે, શ્યામાલી કે રાજએ ક્યારેય પણ પોતાના છૂટાછેડા કન્ફર્મ કર્યા નથી.આ દરમિયાન હવે સમંથા અને રાજના બીજા લગ્નમાં એક નવો ટ્વિસ્ટ આવી ગયો છે. સમંથા-રાજના લગ્ન પછી ફિલ્મમેકરની એક્સ વાઇફ શ્યામાલી ડેની એક જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને શ્યામાલીની મિત્રએ રી-શેર કરીને એવો દાવો કર્યો છે કે રાજ નિદિમોરુના પહેલા પત્ની સંગ છૂટાછેડા થયા નથી, પરંતુ બંને હજી પણ પરિણીત છે.


શ્યામાલી ડેની આ પોસ્ટને હવે ભાવના તપાડિયા (શ્યામાલી ડેની મિત્ર) એ પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર રીશેર કરી છે. ભાવના તપાડિયાએ લખ્યું- જે લોકો મને પૂછી રહ્યા છે કે છેલ્લીવાર જ્યારે મેં ચેક કર્યું હતું, ત્યારે પણ તે પરિણીત હતા અને તે ‘છેલ્લીવાર’ હજી પણ છે.ફેન્સ એ જાણવા માંગે છે કે શું સમંથા સંગ લગ્ન કરતા પહેલા રાજ નિદિમોરુએ પહેલી પત્ની શ્યામાલી ડેને છૂટાછેડા નથી આપ્યા? કારણ કે બંનેમાંથી કોઈએ પણ ક્યારેય પોતાના છૂટાછેડા પર વાત નથી કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg boss 19: અનુપમાએ પોતાના કાપડિયા જી માટે કર્યું ચિયર, બિગ બોસ વિનર ને લઈને કહી આવી વાત
Shahrukh khan: શાહરૂખ ખાનની માર્કશીટ થઈ વાયરલ, અર્થશાસ્ત્ર, ગણિત અને ફિઝિક્સમાં પણ હતા હોશિયાર!
Ranveer Singh: ‘કાંતારા’ વિવાદ પર રણવીર સિંહે માફી માંગી, વિવાદિત નિવેદન પર પસ્તાવો વ્યક્ત કર્યો
Ministry of Tourism: નેટફ્લિક્સ પર હવે ભારતના અજાણ્યા પ્રવાસન સ્થળોની સ્ટોરી, દુનિયા જોશે ભારતની સુંદરતા
Exit mobile version