News Continuous Bureau | Mumbai
Samay Raina Kapil Sharma Show। કોમેડી કિંગ કપિલ શર્માના લોકપ્રિય શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આ વખતે ઇન્ટરનેટ સેન્સેશન્સનો જમાવડો જોવા મળશે. ‘વર્લ્ડ લાફ્ટર ડે’ ના ખાસ અવસરે સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના અને જાણીતો યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા મહેમાન તરીકે હાજરી આપશે. આ એપિસોડમાં કોમેડીની સાથે સાથે ચાહકોને એક મોટું સરપ્રાઈઝ પણ મળવાનું છે.
નેટફ્લિક્સ પર સ્પેશિયલ સેલિબ્રેશન
આ ખાસ એપિસોડ 2 મે ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. કપિલ શર્માએ આ વિશે જણાવ્યું કે, વર્લ્ડ લાફ્ટર ડેના અવસરે અમે પ્રેક્ષકોને ફ્રેશ અને મનોરંજક કન્ટેન્ટ આપવા માંગતા હતા, તેથી આ સ્પેશિયલ એપિસોડ પ્લાન કરવામાં આવ્યો છે. સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયાની હાજરી આ સેલિબ્રેશનને વધુ એન્ગેજિંગ અને મજેદાર બનાવશે. શોમાં સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા પણ એક ન્યૂઝ ડિબેટ એક્ટ દ્વારા દર્શકોને હસાવશે.
વિવાદો બાદ પહેલીવાર કપિલના શોમાં
નોંધનીય છે કે ગત વર્ષે સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા તેમના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ (India’s Got Latent) માં કરવામાં આવેલી અમુક ટિપ્પણીઓને કારણે મોટી કન્ટ્રોવર્સીમાં ફસાયા હતા. આ મામલે તેમની વિરુદ્ધ પોલીસ કેસ પણ નોંધાયો હતો અને કોર્ટે પણ ફટકાર લગાવી હતી. જોકે, બાદમાં બંનેએ માફી માંગી લીધી હતી. હવે આ વિવાદો બાદ બંને પહેલીવાર કપિલ શર્માના ગ્લોબલ પ્લેટફોર્મ પર સાથે જોવા મળશે.
સમય રૈનાના નવા રેકોર્ડ્સ
સમય રૈના હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં જ તેના સ્ટેન્ડઅપ વિડિયો ‘સ્ટિલ અલાઈવ’ (Still Alive) એ 5 કરોડ 38 લાખથી વધુ વ્યુઝ મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. કપિલ શર્માના શોમાં તેની હાજરી ફેન્સ માટે કોઈ ભેટથી ઓછી નથી. કપિલના મંચ પર આ બંને યુટ્યુબર્સ સાથેની જુગલબંધી જોવી ખરેખર રોમાંચક રહેશે.
👉 આ સમાચાર વાચો:
Tumbbad 2 Release Date। ‘તુંબાડ 2’ ની રિલીઝ ડેટ જાહેર હસ્તરનો ભય ફરી પાછો આવશે, જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે સોહમ શાહની ફિલ્મ